Home Main મોટિવેશનલ સ્પીકરની કાળી કરતૂત, લગ્નના થોડા કલાક બાદ જ પત્નીને ફટકારી, કાનનો...

મોટિવેશનલ સ્પીકરની કાળી કરતૂત, લગ્નના થોડા કલાક બાદ જ પત્નીને ફટકારી, કાનનો પડદો પણ ફાટી ગયો

0
711
Youtuber Vivek Bindra
Youtuber Vivek Bindra

Youtuber Vivek Bindra Wife Case: ‘नाम बड़े और दर्शन छोटे’ આ કહેવત એ લોકો માટે છે જે આજ-કાલ એક ગાંડા પ્રવાહમાં આગળ વધી રહ્યા છે અને અંધાળા બનીને લોકોને ફોલો કરી રહ્યા છે. અમે અહી વાત કરી રહ્યા છે એવા ‘મોટિવેશનલ સ્પીકર’ની જેના અનેક ફોલોવાર્સ છે અને જે બધાને સલાહ-સૂચન આપી કહે છે કે જીવનમાં શું કરવું અને શું ના કરવાનું, તેની પોતાની જ કરતૂતો જોવા લાયક બની છે. અહી વાત છે ‘મોટિવેશનલ સ્પીકર’ વિવેક બિન્દ્રાની – જેના પર તેમની જ પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Vivek Bindra Wife
Vivek Bindra Wife

વિવેક બિન્દ્રા અને માતા સાથેના ઝગડામાં વહુ વચ્ચે આવી (Vivek Bindra Wife)

‘મોટિવેશનલ સ્પીકર’ વિવેક બિન્દ્રા વિરુદ્ધ સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં તેની પત્ની પર હુમલો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. વિવેક બિન્દ્રા અને યાનિકા (Vivek Bindra Wife) ના લગ્ન આ મહિને 6ઠ્ઠી ડિસેમ્બરે થયા હતા. લગ્નના બીજા જ દિવસે એટલે કે 7મી ડિસેમ્બરે સવારે બિન્દ્રા અને તેની માતા પ્રભા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે યાનિકા દરમિયાનગીરી કરવા આગળ આવી ત્યારે બિન્દ્રાએ તેના પર હુમલો કર્યો. આ હુમલામાં યાનિકાને ઈજા થઈ હોવાના અહેવાલ છે. યાનિકાની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસની લાપરવાહીથી વિવેક બિન્દ્રા ફરાર

વિવેક બિન્દ્રા વિરુદ્ધ તેની પત્ની યાનિકાના ભાઈ વૈભવ (Vaibhav )  દ્વારા 14 ડિસેમ્બરે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કેસ નોંધાયા બાદ નોઈડા પોલીસે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરી ન હતી અને હવે આરોપી વિવેક બિન્દ્રા ફરાર થઈ ગયો છે. તેની શોધખોળ ચાલુ છે.

યાનીકાએ શું લખાવ્યું FIR

એફઆઈઆર મુજબ, બિન્દ્રા કથિત રીતે યાનિકા (Vivek Bindra Wife) ને એક રૂમની અંદર લઈ ગયા, તેના વાળ ખેંચ્યા અને તેના પર હુમલો કર્યો. બિન્દ્રાએ કથિત રીતે તેનો ફોન પણ તોડી નાખ્યો હતો. આરોપ છે કે યાનિકાને એટલી હદે મારવામાં આવી હતી કે તેના કાનનો પડદો પણ ફાટી ગયો હતો. કેસ નોંધાયા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર બિન્દ્રાના લાખો ફોલોઅર્સ

તમને જણાવી દઈએ કે બિન્દ્રા બડા બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડ (BBPL)ના CEO છે અને તેમને YouTube અને Instagram પર લાખો લોકો ફોલો કરે છે. તાજેતરમાં, યુટ્યુબર સંદીપ મહેશ્વરીએ તેની યુટ્યુબ ચેનલ પર “મોટા કૌભાંડનો પર્દાફાશ” શીર્ષકનો વિડિયો રજૂ કર્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ બિન્દ્રાની કંપની દ્વારા છેતરપિંડી થઈ હોવાનો દાવો પણ કર્યો હતો.

Vivek Bindra followers
Vivek Bindra followers

વિવેક બિન્દ્રાની પહેલી પત્ની ગીતિકા સબરવાલ સાથે પણ વિવાદ

રિપોર્ટ્સ અનુસાર, યાનિકા વિવેક બિન્દ્રાની બીજી પત્ની છે. વિવેક બિન્દ્રાની પહેલી પત્નીનું નામ ગીતિકા સબરવાલ છે. બિન્દ્રાનો તેની પ્રથમ પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે. બંનેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

Vivek Bindra's first wife is Geetika Sabarwal
Vivek Bindra’s first wife is Geetika Sabarwal

ગીતિકા બિન્દ્રા ફરીદાબાદની ઓમેક્સ હાઇટ્સ સોસાયટીની રહેવાસી છે. પતિ વિવેક બિન્દ્રા સાથે વિવાદ બાદ તેણે ફરીદાબાદ પોલીસ સ્ટેશન સેન્ટ્રલમાં ફરિયાદ નોંધાવી હતી. તેણીની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેના પતિ વિવેક બિન્દ્રા સાથે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. ગીતિકાએ વિવેક બિન્દ્રા સામેની ફરિયાદમાં કહ્યું હતું કે તેને ડર છે કે તેના જીવને જોખમ છે. બંનેને એક પુત્ર પણ છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે