PERIODS LEAVE :સ્મૃતિ ઈરાની કહે છે- પીરિયડ લીવથી ભેદભાવ વધશે, સ્ટડી કઈક અલગ જ દાવો કરે છે

0
241

PERIODS LEAVE: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) ના પીરિયડ લીવને લઈ આપેલા નિવેદને ઘણી ચર્ચા જગાડી છે. મહિલાઓ જ નહીં પુરુષો પણ આ નિવેદનને લઈ આ વિશે ચર્ચા કરી રહ્યા છે.

SMRITI IRANIએ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકારની મહિલાઓને પેઇડ પીરિયડ (menstrual leave) રજા આપવાની કોઈ યોજના નથી.

સાથે જ ઈરાનીએ કહ્યું કે મહિલાઓને માસિક આવવું એ સામાન્ય વાત છે.રાજ્યસભામાં સાંસદ મનોજ કુમાર ઝા (Manojkumar Jha) ના સવાલના જવાબમાં ઈરાનીએ કહ્યું હતું કે આપણે એવા મુદ્દાઓ રજૂ ન કરવા જોઈએ જ્યાં મહિલાઓને સમાન તકોમાંથી માત્ર એટલા માટે બાકાત રાખવામાં આવે છે કારણ કે જે વ્યક્તિને માસિક નથી આવતું, તે તેના પ્રત્યે અલગ વલણ રાખે છે.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) પીરિયડ લીવ વિશે શું કહ્યું? 

અગાઉ, સુપ્રીમ કોર્ટે મહિલા કર્મચારીઓ અને વિદ્યાર્થિનીઓને દર મહિને આપવામાં આવતી પીરિયડ લીવ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે આ એક નીતિ વિષયક મુદ્દો છે જેના પર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નિર્ણય લેશે.

મહિલાઓને થાય છે અસહ્ય પીડા

ભલે, કેન્દ્ર સરકાર મહિલાઓને પીરિયડ લીવ આપવાનો ઈન્કાર કરી રહી હોય પરંતુ વિશ્વના ઘણા દેશોમાં માસિક ધર્મ દરમિયાન રજા આપવામાં આવે છે.આ સામાન્ય લાગતા રૂટીનમાં ઘણી મહિલાઓ તે દિવસોમાં દર્દના કારણે રૂટિન કામ પણ નથી કરી શકતી. દર મહિને હાડકાઓ તુટવા અથવા હાર્ટ અટેક જેવો દર્દ થાય છે. ઉલટી, સરદર્દ, ઝાડાં થવાની સાથે પેટના નિચલા ભાગમાં પીઠ અને પગમાં દર્દ આખો દિવસ દર્દ રહે છે.

‘સામાન્ય’વાત કેટલી સામાન્ય?

દરેક યુવતી જીવનમાં આશરે 500 વખત મેન્સ્ટ્રુઅલ સાઈકિલથી પસાર થવું પડે છે. આ દરમિયાન તેણે આશરે 3500 દિવસ દર્દમાં કાઢવા પડે છે. આશરે 40% યુવતીઓ તેમના માસિક ધર્મ દરમિયાન સ્કૂલ નથી જઈ શકતી.  65% વિદ્યાર્થિનીઓએ પીરિયડ્સ દરમિયાન સ્કૂલમાં ભણવામાં તકલીફ થતી હોવાનું સ્વીકારે છે.

ભારતમાં પીરિયડ લીવની સ્થિતિ

1992માં બિહાર સરકારે મહિલાઓને પીરિયડ લીવ આપવાની શરૂઆત કરી. બિહાર બાદ કેરળમાં મહિલા કર્મચારીઓને પેઈડ પીરિયડ લીવ મળે છે.કેરળમાં વિદ્યાર્થિનીઓને પીરિયડ્સ દરમિયાન સ્કૂલ-કોલેજોમાં રજા મળે છે.તો જો કંપનીઓની વાત કરવામાં આવે તો ભારતમાં Gozoop 2017થી મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપી રહી છે. જરૂર પડે Gozoopની 76% મહિલા કર્મચારી પીરિયડ લીવ લે છે. 

આ દેશોમાં મળી પીરિયડ્સની રજા

જે દેશો પીરિયડ્સ લીવ આપી રહ્યા છે તેમાં સ્પેન, જાપાન, ઈન્ડોનેશિયા, ફિલીપીન્સ, તાઈવાન, સાઉથ કોરિયા, જાંબિયા, વિયતનામ, મેક્સિકો છે. જાંબિયામાં માસિક માટે મહિલાને મહિનામાં એક રજા મળે છે. જાંબિયામાં પીરિયડ લીવ આપવાની પોલિસીને મધર્સ ડે નામ આપવામાં આવ્યું છે. 

પેઈડ લીવ વિશે સ્ટડી શું કહે છે?

માસિક દરમિયાનની તકલીફોમાં મહિલા કર્મચારીને કામ કરવામાં મુશ્કેલી આવે છે. જો કંપનીઓ ફીમેલ વર્કરને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપે તો તેમને આરામ મળશે. પેઈડ લીવથી મહિલા કર્મચારી ફ્રેશ ફીલ કરશે અને તેમની પ્રોડક્ટીવિટી વધશે. જો કે, સ્ટડીમાં પીરિયડ લીવને લઈ નેગેટીવ અસરની પણ વાત કરવામાં આવી છે. 

પીરિયડ લીવથી ફીમેલ વર્કર સામે મેઈલ વર્કરમાં નેગેટીવ વિચાર આવશે. પેઈડ લીવ મળવા પર મેઈલ વર્કર મદદ કરવા આગળ નહીં આવે. ફીમેલ વર્કર સામે નૌકરી મળવામાં પડકારો ઉભા થશે.