IPL : જેવી જ વધુ એક લીગ શરૂ કરવાની તૈયારીમાં BCCI, ટી-10 ફોર્મેટમાં હોઈ શકે છે નવું ફોર્મેટ

    0
    539
    IPL
    IPL

    IPL :  તમે ક્રિકેટ દીવાના છો તો તમે ipl ના ચોક્કસ દીવાના હશો, જ્યારથી 20-20 ઓવરનું ફોર્મેટ આવ્યું છે ત્યારથી ક્રિકેટનું રૂપ બદલાઈ ગયું છે, ટી-20 મેચો લોકોને ખુબ પસંદ પડી છે, ipl એ ક્રિકેટ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવી દીધું છે, ત્યારે ક્રિકેટને હજુ રસપ્રદ બનાવવા bcci અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી વિચાર કરી રહી છે. ipl જેવી અન્ય એક લીગ શરુ કરવાની વિચારણા bcci કરી રહ્યું છે અને તેની  બ્લુ પ્રિન્ટ પણ તૈયાર થઇ ગઈ  છે, જોઈએ શું છે bcciનો પ્લાન અમારા આ અહેવાલમાં…..    

         

    bcci ipl જેવી અન્ય એક લીગ શરુ કરવા કરી રહી છે વિચારણા

    • 10-10 ઓવરની મેચને શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે.
    • નવા ફોર્મેટની લીગ શરૂ થઈ શકે છે !
    • સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં રમાઈ શકે છે આ લીગ

    t ૧૦

    વિશ્વના અનેક દેશોમાં 10-10 ઓવરની ક્રિકેટ મેચને શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ કારણોસર ભારતમાં પણ આ ફોર્મેટની મેચ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. BCCI ક્રિકેટના આ સૌથી નાના અને નવા ફોર્મેટની લીગ શરૂ કરવાનું વિચારી રહી છે. આ ફોર્મેટ માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. આ લીગ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં રમાઈ શકે છે.

     લોકોને  BCCIની T10 ફોર્મેટમાં લીગ શરૂ કરવાની યોજના ખૂબ જ પસંદ આવી છે. જે અંગે વિચારણાં કરવામાં આવી રહી છે. આ લીગમાં શામેલ થનાર ખેલાડીઓની વય મર્યાદા નક્કી કરવા બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર કોઈ અસર ન પડે તે માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી રહી છે.

    ipl

    BCCIની આ યોજના આઈપીએલ ફ્રેન્ચાઈઝીની સહમતી પર નિર્ભર રહેશે. આ મામલે BCCIનો આઈપીએલ ફ્રેન્ચાઈઝી સાથે કરાર છે. આ કારણોસર IPL જેવી અન્ય લીગ શરૂ કરવા માટે BCCIએ IPL ફ્રેન્ચાઇઝીની મંજૂરી લેવી પડશે. નવી લીગથી જૂની ફ્રેન્ચાઇઝીઓને આર્થિક નુકસાન ન થાય તે માટે IPL ફ્રેન્ચાઇઝીની મંજૂરી લેવાની રહેશે.

     
    આ પ્લાનને વધુ સારો બનાવવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. શું આ લીગ ભારતમાં દર વર્ષે રમાવવી જોઈએ? આ લીગનું દર વર્ષે અલગ-અલગ સ્થળે આયોજન કરવું જોઈએ? આ લીગ T10 કે T20 કયા ફોર્મેટમાં રમાવી જોઈએ? વયમર્યાદા રાખવી જોઈએ કે નહીં? આ તમામ સવાલ અંગે ચર્ચા વિચારણાં કરવામાં આવી રહી છે.

    તમે આ પણ વાંચી શકો છો

    આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરની કિડની નથી કરતી કામ, ડોક્ટરની આગાહીને પણ ખોટી પાડી, હેલ્થી લાઈફ સ્ટાઈલ અપનાવી મોતને આપી માત