IND vs SA : આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી-20 સીરીઝની અંતિમ મેચ રમાશે, આજે ભારત સીરીઝના હારથી બચવા અને છેલ્લા ૧૦ વર્ષથી સાઉથ આફ્રિકામાં સીરીઝ ન હારવાના રેકોર્ડને બચાવવા કરો યા મરોની મેચ રમવા ઉતરશે, હાલ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે 3 મેચની T-20 સીરિઝ રમાઈ રહી છે. જેમાં પ્રથમ ટી20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, અને બીજી ટી-20 મેચ દક્ષિણ આફ્રિકાએ DLS પદ્ધતિના કારણે 5 વિકેટે જીતી હતી. બે મેચ બાદ આફ્રિકા પાસે હાલમાં 1-0ની લીડ છે. ભારત હવે આ શ્રેણી જીતી શકે તેમ નથી. પરંતુ જોહાનિસબર્ગમાં યોજાનારી (IND vs SA) ત્રીજી T-20 જીતીને તે ચોક્કસપણે શ્રેણી ડ્રો કરવા માંગશે.
ત્રણ મેચોની સીરીઝમાં ભારત હાલ 1-0 થી પાછળ છે ત્યારે આજે જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાનાર ત્રીજી મેચને જીતી દક્ષિણ આફ્રિકાની નજર શ્રેણી જીતવા પર હશે.તો ભારત શ્રેણી બચાવવા મેદાને ઉતરશે, તો ચાલો જાણીએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનારી ત્રીજી T20માં પિચનો મિજાજ કેવો હશે.
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે 3 મેચની T20 સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ 14 ડિસેમ્બર એટલે કે આજે ગુરુવારે રમાશે. જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં આ મેચ રમાનાર છે. વોન્ડરર્સ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે મદદરૂપ સાબિત થાય છે. અહીં બેટ્સમેન ઘણા રન બનાવે છે. આ મેદાન પર સારા સ્કોરનો રેકોર્ડ છે. સારા બાઉન્સને કારણે બોલ બેટ પર સરળતાથી આવી જાય છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે
જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 26 T20 મેચ રમાઈ છે, જેમાંથી 13માં પ્રથમ બેટિંગ કરનારી ટીમ અને 13માં જ બીજા ક્રમે બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે. આ પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 171 રન છે જ્યારે બીજી ઈનિંગનો 145 રન છે.
બંને ટીમો પર નજર કરીએ IND vs SA
- ભારતઃ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.
- દક્ષિણ આફ્રિકા: એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રેત્ઝકે, નાન્દ્રે બર્જર, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જાનસન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, તબરેઝ શમ્સી, ટ્રીસ્ટન સ્ટબ્સ, લિઝાડ વિલિયમ્સ, બ્યૂરન હેન્ડ્રીક્સ.
તમે આ પણ વાંચી શકો છો
આ જુસ્સાને સલામ : હાથ ન હોવા છતા મેળવ્યું ડ્રાઈવિંગ લાયસન્સ