Home Politics GUJARAT AAP :  આપ નેતાનું પાર્ટીને બાય બાય  !!

GUJARAT AAP :  આપ નેતાનું પાર્ટીને બાય બાય  !!

0
849
bhupat
bhupat

Gujarat AAP   :  ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, આપના નેતા અને વિસાવદર ધાાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતની આપ (Gujarat AAP) પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપી આપ પર દેશવિરોધી કાર્યો અને જૂથી પાર્ટી હોવાના આક્ષેપ કર્યા છે. કોણ છે વિસાવદર ધારાસભ્ય ભૂપત ભાયાણી? જેમણે રાજીનામું આપ્યું.  જોવો આ અહેવાલ

શું કહ્યું   ભૂપત ભાયાણીએ ?

ગુજરાત આમ આદમી પાર્ટી (GUJARAT AAP) વેરવિખેર થઈ રહી હોય તેવા રાજકીય સમીકરણો સર્જાયા છે. આપ પાર્ટી તરફથી વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, ‘અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રવિરોધી નીતિ અને ભ્રામક વાતો તથા પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાતોથી મને અફસોસ છે, હું રાષ્ટ્રવિરોધી વિચારધારા ધરાવતો વ્યક્તિ છું અને આવા ઢોંગી બિનસાંપ્રદાયિક કેજરીવાલની પાર્ટીમાં આવી ગયો, પણ જાગ્યા ત્યારથી સવાર. હું નરેન્દ્ર મોદીની સરકાર જે રાષ્ટ્રવાદી કામો કરી રહી છે, જેમાં રામ મંદિર હોય કે 370ની કલમ હટાવવાનું કામ હોય, કે આતંકવાદ ખતમ કરવાની વાત હોય, હું સૌથી મહત્વનું મારા મત વિસ્તારના લોકો વિકાસથી વંચિત ના રહે તે માટે અને સબકા સાથ સબકા વિકાસથી ભાજપની વિચાર ધારાથી પ્રેરાયો છુ તથા ખોટી-જુઠી અને દેશ વિરોધી આમ આદમી પાર્ટીની વિચારધારાથી કંટાળી ગયો છું. હું દેશભકત હોવાથી એક મિનીટ પણ આવી પાર્ટીમાં રહેવા માંગતો નથી, જેથી આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.

BHUPAT BHAYANI

ભૂપત ભાયાણી કોણ છે? Who is Bhupat Bhayani?

તમને જણાવી દઈએ કે, ભૂપત ભાયાણી વિસાવદર બેઠક પરથી આપના ધારાસભ્ય છે. તેઓ પહેલા ભાજપ સાથે જ જોડાયેલા હતા, પરંતુ 2020માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને આપમાં જોડાયા હતા. જો તેમના રાજકીય કરિયારની વાત કરીએ તો, તેમણે ભેંસાણ ગામથી સરપંચ તરીકે ચૂંટાઈ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તોએ ભાજપ પક્ષમાં રહી તાલુકા પંચાયતમાં બે વખત અને જિલ્લા પંચાયતમાં એક વખત સભ્ય રહી ચુક્યા છે. આ સિવાય તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે. ભૂપત ભાયાણી તેમના સમાજ માટેના કાર્યો, દીકરીઓના સમૂહ લગ્ન સહિત કોરોના મહામારીમાં સેવા કાર્યોના કારણે પણ ખુબ ચર્ચામાં રહ્યા હતા અને વિસાવદર બેઠક પર સારૂ એવું પ્રભૂત્વ ધરાવે છે.

BHUPAT

ભૂપત ભાયાણીએ ભાજપ કોંગ્રેસના કયા નેતાને હરાવ્યા હતા | Which BJP Congress leader did Bhupat Bhayani defeat?

ભૂપત ભાયાણી જૂનગઢ જિલ્લાની વિસાવદર બેઠકથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, તેમની સામે ભાજપ તરફથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના ઉમેદવાર કરશન વડોદરિયા મેદાનમાં હતા. ભૂપત ભાયાણીએ આપના ઉેદવાર તરીકે ભાજપના હર્ષદ રિબડિયાને 6 હજાર 900 મતોથી હરાવ્યા હતા અને જીત પ્રાપ્ત કરી હતી.

આપની હજુ બે વિકેટ પડવાની અટકળો ગુજરાતમાં આપના પાંચ ધારાસભ્યો વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી, જેમાંથી આપના વિસાવદર ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ હવે અટકળો તેજ થઈ ગઈ છે અન્ય બે આપ ધારાસભ્યો પણ આપમાંથી રાજીનામું આપી શકે છે.

તમે આ સમાચાર પણ વાંચી શકો છો

પંજાબમાં AAP દ્વારા 1 નવેમ્બરે મોટો ખુલાસો કરાશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે