Power Play 1458 | આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટની મહોર | VR LIVE

0
196

Power Play 1458 : સુપ્રીમ કોર્ટ તરફથી મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ-370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. CJI ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સંપ્રભુતા નથી. 5 ઓગસ્ટ 2019ના રોજ મોદી દરકારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370ના પ્રભાવને સમાપ્ત કરી દીધો હતો. સાથે જ રાજ્યને 2 હિસ્સા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચી દીધું હતું અને બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું હતું. (Power Play 1458)

કેન્દ્રના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ કરવામાં આવી હતી. બધાને સાંભળ્યા બાદ સપ્ટેમ્બરમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 370 હટ્યા બાદ 4 વર્ષ, 4 મહિના 6 દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટમાં 5 જજ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે નિર્ણય સંભળાવ્યો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને વહેલી તકે રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને ત્યાં ચૂંટણી યોજવી જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજવી જોઈએ. રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પરત મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) બનાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે કલમ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર 16 દિવસ સુધી સુનાવણી કર્યા બાદ 5 સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો