HomeEntertainmentAKSHAY KUMAR  : ગુટકાની જાહેરાત કરવી આ સ્ટારને પડી ભારે ! કોર્ટે...

AKSHAY KUMAR  : ગુટકાની જાહેરાત કરવી આ સ્ટારને પડી ભારે ! કોર્ટે મોકલી નોટીશ     

AKSHAY KUMAR  : બોલીવુડ સ્ટાર ફિલ્મો સાથે આવક સ્ત્રોત વધારવા એડ્સ પણ કરતા હોય છે, ત્યારે  બોલીવુડના ત્રણ અભિનેતાઓને એડ કરવી ભારે પડી રહી છે, બોલિવુડ અભિનેતાઓ અક્ષય કુમાર (AKSHAY KUMAR ), શાહરૂખ ખાન અને અજય દેવગણને એક ગુટકાની જાહેર ખબરમાં ઘણા સમયથી સાથે જોવા મળી રહ્યા છે. આ વાતની લોકો અનેક વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. હવે અલ્હાબાદની કોર્ટે ત્રણેય અભિનેતાઓને નોટિસ મોકલી છે.

AKKI 2 2

અજય દેવગણ (AJAY DEVAGAN), અક્ષય કુમાર અને શાહરૂખ ખાન, ત્રણેય બોલિવુડના સુપરસ્ટાર છે. આ ત્રણેય કલાકારો ગુટકાની જાહેરાતમાં સાથે જોવા મળે છે. જેના કારણે ત્રણેયને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.આ બધાને કારણે અક્ષય કુમારે ગુટકા કંપનીમાંથી પોતાનો કોન્ટ્રાક્ટ પણ પાછો ખેંચી લીધો હતો. જોકે, આ દરમિયાન અલ્હાબાદ કોર્ટે ત્રણેય કલાકારો સામે કાર્યવાહી કરતા નોટિસ મોકલી છે.

AJAY 1

  

તિરસ્કારની એક અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે અલ્હાબાદ કોર્ટની લખનૌ બેંચને જાણ કરી છે કે તેમણે ગુટકા કંપનીઓની જાહેરાતો અંગે અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન (SHAHRUKH KHAN) અને અજય દેવગનને નોટિસ પાઠવી છે. કેન્દ્રના વકીલે   હાઈકોર્ટને જાણ કરી હતી કે સુપ્રીમ કોર્ટ પણ આ જ મુદ્દાની સુનાવણી કરી રહી છે અને આવી સ્થિતિમાં આ અરજીને તાત્કાલિક ફગાવી દેવી જોઈએ. દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 9 મે, 2024ના રોજ સુનાવણી નક્કી કરી છે.

નોંધનીય છે કે  કેન્દ્રએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરી છે.હવે અલ્હાબાદ હાઇકોર્ટે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણને નોટિસ મોકલી છે.

#akshaykumar, #shahrukhkhan, #ajaydevgan

તમે આ પણ વાંચી શકો છો

Animal Ott Release : એનિમલ જોયું ? નહીતો આ ott પર જોઇલો..

The Archies Review : કેવી છે બૉલિવૂડ સ્ટારકીડની પ્રથમ ફિલ્મ ?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments