ગાંધીનગરના સરગાસણમાં બનશે રેરા ભવન,વાંચો અહીં

0
51
ગાંધીનગરના સરગાસણમાં બનશે રેરા ભવન,વાંચો અહીં
ગાંધીનગરના સરગાસણમાં બનશે રેરા ભવન,વાંચો અહીં

ગાંધીનગરના સરગાસણમાં બનશે રેરા ભવન

44 કરોડના ખર્ચે પ્લોટની ખરીદી

3,500 સ્ક્વેર મીટરના પ્લોટમાં થશે બાંધકામ

ગાંધીનગરના સરગાસણમાં રેરા ભવન બનશે ગુજરાત રાજ્ય રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા રેરા ભવન બનાવવા માટે ગાંધીનગરના ગુડા પાસે પ્લોટની માંગણી કરવામાં આવી હતી. જેને ગુડાના સત્તાધીશો દ્વારા બહાલી આપવામાં આવતા ટીપી 9 ખાતે આવેલ ગુડાસ્તકના અંદાજે 6500 સ્ક્વેર મીટર ના પ્લોટમાંથી 3,500 સ્ક્વેર મીટરના પ્લોટમા રેરા ભવન બાંધવા માટેની મંજૂરી આપવામાં આવી છે .આ પ્લોટીંગને સોંપવા માટેની ગુડા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 44 કરોડના ખર્ચે આ પ્લોટ ખરીદ્યા પછી 3,500 સ્ક્વેર મીટરના પ્લોટમા રેરા ભવનનું બાંધકામ કરવામાં આવશે.ગાંધીનગરના સરગાસણ ખાતે 44 કરોડના ખર્ચે ગુડાના ફાઇનલ પ્લોટ નંબર 176 ખાતે રેરા ભવન બંધાશે સંબંધિત તંત્ર દ્વારા આગળની ઘટતી કાર્યવાહી પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગમાં ફાઈલ ચલાવવામાં આવી રહી છે શહેરનું રિયલ એસ્ટેટ માર્કેટ પ્રતિ વર્ષ 2000 કરોડથી વધારે જોવા મળ્યું છે. વિવિધ વિસ્તારોમાં સ્કાય લાઈન પણ હવે 100 મીટર થી સુધી પહોંચી ગઈ છે ત્યારે શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા સરગાસણ ખાતે રહેતા દ્વારા પોતાનું ભવન બનાવવા માટે પસંદગી કરવામાં આવી છે. હાલના સંજોગોમાં શહેરના સેક્ટર વિસ્તારમાં રેરાની કામગીરી નામ માત્રની છે જ્યારે નવા સેક્ટરોમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં હોવાના કારણે નવા વિસ્તારમાં બાંધકામ કરનાર લોકોને સહયોગ સંકુલ સુધી લાંબુ થવાની જરૂર નહીં પડે સરગાસણ ખાતે 44 કરોડના ખર્ચે પ્લોટ ખરીદવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.