Winter Special Food – 2 : બાળકોને પણ ભાવે એવું વસાણું, કાઠિયાવાડનો ફેમસ ગુંદર પાક

4
284
Gundar Pak gond pak
Gundar Pak gond pak

Gundar Pak : જમવાની વાત હોય અને ગુજરાતનાં કાઠિયાવાડના વસાણાની વાત ના થાય એવું કેમ બને. સમગ્ર ભારતમાં ગુજરાતનું કાઠિયાવાડી ભોજન વખણાય છે, આજે આપણે Winter Special Food માં કાઠિયાવાડનો ફેમસ ગુંદરપાક બાનવતા શિખીશું.

ગુંદર પાક ખાવામાં સરસ લાગતો હોય છે અને તે ખાસ કરીને શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો હોય છે, ગુંદર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, ગુંદર ખાવાથી કમર – સાંધાના દુખાવામાં લાભદાયક રહે છે. આ ગુંદર પાકને તમે બહાર ૨ – ૩ દિવસ સુધી અને ફ્રીજમાં ૧૦ – ૧૫ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો, તો ચાલો ગુંદર પાક કેવી રીતે બનાવશો તે જોઈએ.

10 – 15 મિનિટબનાવવાનો સમય
મોળો માવો300 ગ્રામ
ખાંડ300 ગ્રામ
ટોપરાનું છીણ150 ગ્રામ
પાણી½ કપ ગ્રામ                                                 
સમારેલા બદામ પીસ્તા                –
ઈલાયચી જાયફળ નો પાવડર1 ચમચી
ઝીણા સમારેલા કાજુ ના ટુકડા  3 ચમચી
બાવળ નો ગુંદર50 – 60 ગ્રામ
ચોખ્ખું ઘી5૦ ગ્રામ

આવો જાણીએ ગુંદરપાક બનાવવાની રીત | Gundar pak

Gundar Pak gaund pak

  • સૌપ્રથમ એક કડાઈમાં ચોખ્ખું ઘી ગરમ કરવા માટે મૂકો, ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદરને તળી લો, ગુંદર તળાતા પછી સરળતાથી ફૂલી જશે આ રીતે જેટલો ગુંદર આપણે લીધો છે કે બધાને તળીને તૈયાર કરી લઈશું.

  • કઢાઈમાં મોળો માવો લઈને એને કોરો શેકી લેવાનો છે, માવાને શેકાતા લગભગ ૩ થી ૪ મીનીટ જેવો સમય લાગશે, સરસ લચકા પડતું થાય ત્યાં સુધી માવાને શેકવાનો છે.

  • ગુંદર આપણે તળીને રાખ્યો છે એને વાટકીની મદદથી મસળીને ભૂકો કરી લઈશું.

  • ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ અને પાણી ગરમ કરવા માટે મૂકો આમાં આપણે એક તારની ચાસણી બનાવવાની છે.  ૫ – ૬ મિનિટ પછી  ચાસણીને એક ડીશમાં લઈને ઠંડી થાય પછી આંગળી અને અંગુઠાની મદદથી  ચેક કરશો તો આ  એક તાર બનતો દેખાશે. આવી રીતે એક તાર બને એ પછી ગેસ બંધ કરી દેવાનો છે.

  • આમાં હવે, પહેલાં શેકેલો માવો નાખીશું, શેકેલો માવો ચાસણીમાં સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી એમાં ટોપરાનું છીણ, કાજુના ટુકડા, ઈલાયચી અને જાયફળનો પાવડર નાખવાનો છે.

  • ગુંદર આપણે તળીને રાખ્યો છે એ ગુંદર આમાં નાખીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું.

  • કોઈ એક થાળી લઈ લો જેમાં થોડું ચોખ્ખું ઘી લગાવી દેવાનું છે, બનાવેલ ગુંદરપાકનું મિશ્રણ એને થાળીમાં કે ચોકીમાં લઇ લઈશું. ચમચીની મદદથી એને સરસ રીતે લેવલમાં કરી દો, હવે આના ઉપર ગાર્નીશીંગ માટે સમારેલું બદામ અને પિસ્તા નાખો અને એને ઠંડો થાય ત્યાં સુધી રહેવા દો.

  • થોડું ઠંડું થાય એટલે એના આ રીતે તમારે કાપા કરીને તૈયાર કરી લેવાના છે, એકદમ સરસ ગુંદર પાક બનીને તૈયાર છે.

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

4 COMMENTS

Comments are closed.