મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો પાંચમો દિવસ

0
149
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો પાંચમો દિવસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો પાંચમો દિવસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  જાપાનમાં નિચિકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક

કંપનીના પ્રતિનિધિઓએ ભારતમાં કાર્યરત કંપનીના પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી

ઈલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજ ઈન્ડસ્ટ્રીમાં કંપનીના પ્રોડ્કટ્સ વિશે માહિતગાર કર્યા

 ઈ.વી. સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે ઈ.વી. પોલિસી અમલમાં મુકી : મુખ્યમંત્રી

 ગુજરાતમાં કંપનીના EV ઇન્ડસ્ટ્રી તેમજ એનર્જી સ્ટોરેજ ક્ષેત્રે રોકાણ કરવા અનુરોધ કર્યો

 આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા પાઠવ્યું આમંત્રણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  જાપાનના કોબે ખાતે નિચીકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ મીટિંગમાં કંપનીના પ્રતિનિધિઓએ ભારતમાં  કંપનીના કાર્યરત પ્રોજેક્ટ્સ વિશે માહિતી શેર કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના હબ તરીકે ઝડપથી ઉભરી રહેલ ગુજરાતમાં કંપનીના EV ઇન્ડસ્ટ્રી તેમજ એનર્જી સ્ટોરેજ માટેના ઉત્પાદનો માટે રોકાણ કરવા અનુરોધ કર્યો હતો.  મુખ્યમંત્રીશ્રીએ કંપનીના પ્રતિનિધિઓને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હ્યોગો પ્રાંતના ગવર્નર સાથે કરી મુલાકાત

કોબે ખાતે હ્યોગો પ્રાંતના ગવર્નર મોટોહિકો સૈટો સાથે કરી મુલાકાત

ગુજરાત અને જાપાન વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં કરી ચર્ચા

ગવર્નરએ હ્યોગો પ્રાંતની કંપનીઓ દ્વારા ગુજરાતમાં વધુ રોકાણની ઉત્સુકતા દાખવી

 આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા પાઠવ્યું આમંત્રણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે તેમની જાપાનની મુલાકાત દરમ્યાન કોબે ખાતે હ્યોગો(Hyogo) પ્રાંતના ગવર્નર મોટોહિકો સૈટો સાથે મુલાકાત કરી હતી. આ વેળાએ ગુજરાત અને જાપાન વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં વ્યાપાર અને રોકાણો બાબતે ચર્ચા હાથ ધરી હતી.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં થયેલ અભૂતપૂર્વ વિકાસની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા તેમજ જાપાની કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું. ગવર્નરએ ગુજરાતમાં હ્યોગો પ્રાંતની કંપનીઓ દ્વારા ગુજરાતમાં વધુ રોકાણો કરવા પ્રત્યે ઉત્સુકતા દર્શાવી હતી.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ