પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરતા અટકાવવાની અરજી સુપ્રીમે ફગાવી: કહ્યું આટલું સંકુચિત માનસ ન રાખો

0
184

Supreme Court : સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરતા રોકવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. Supreme Court એ કહ્યું કે આટલું સંકુચિત મન ન હોવું જોઈએ. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામેની અપીલ ફગાવી દેવામાં આવી હતી.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની સુપ્રીમ કોર્ટની બેંચ ફિલ્મ અભિનેતા ફૈઝ અનવર કુરેશી દ્વારા બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે તેમની આવી અરજી ફગાવી દીધી હતી. કેસની સુનાવણી શરૂ થતાં જ જસ્ટિસ સંજીવ ખન્નાએ વકીલને કહ્યું કે, આ અરજીની સુનાવણી માટે દબાણ ન કરો. આ તમારા માટે પાઠ છે. આટલા સંકુચિત માનસના ન બનો. તેમની અરજીમાં, અરજદારે પુલવામા આતંકવાદી હુમલા પછી ઓલ-ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) દ્વારા પસાર કરાયેલા ઠરાવ અને ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા સમાન ઠરાવનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂક્યો હતો. અરજીને ફગાવી દેતાં બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે “કોઈએ સમજવું જોઈએ કે દેશભક્ત બનવા માટે વિદેશમાં રહેતા લોકો, ખાસ કરીને પડોશી દેશના લોકો પ્રત્યે દુશ્મનાવટ રાખવાની જરૂર નથી.

Supreme Court  ટીપ્પણી કરતા કહ્યું કે; સાચો દેશભક્ત એ વ્યક્તિ છે- જે નિઃસ્વાર્થ હોય, જે પોતાના દેશને સમર્પિત હોય. જે વ્યક્તિનું હૃદય સારું છે તે તેના દેશમાં કોઈપણ પ્રવૃત્તિને આવકારશે. જે નૃત્ય, કલા, સંગીત, રમતગમત, સંસ્કૃતિ, શાંતિ, સંવાદિતા અને સુલેહ-શાંતિ વગેરેને દેશની અંદર અને સરહદોની પેલે પાર પ્રોત્સાહન આપે છે. એવી પ્રવૃત્તિઓ છે જે રાષ્ટ્રીયતાઓ, સંસ્કૃતિઓ અને રાષ્ટ્રોને પાર કરે છે અને રાષ્ટ્રોની અંદર અને વચ્ચે ખરેખર શાંતિ, એકતા અને સંવાદિતા લાવે છે. આ અરજીમાં કોઈ યોગ્યતા નથી.