ઓપરેશન સિલ્ક્યારા હવે અંતિમ તબક્કામાં છે. મળતી માહિતી પ્રમાણે એનડીઆરએફ ના ડી જી અતુલ કરવલે જણાવ્યું કે છેલ્લી પાઈપને વેલ્ડીંગ કરવામાં આવી છે જો કોઈ પણ અવરોધ નહિ આઅવે તો સાંજ સુધીમાં આ બચાવ કાર્ય પૂર્ણ થઇ જશે. પાઈપ ક્રોસ કાર્ય પછી અમારા જવાનો તેનું નિરીક્ષણ કરશે. આ પછી વ્હીલ વાળા સ્ટ્રેચરનો ઉપયોગ કરીને તમામ કામદારોને એક પછી એક બહાર કાઢવામાં આવશે.
ઓપરેશન સિલ્ક્યારા હાલ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે ત્યારે તમામ 41 કામદારોની આરોગ્ય સુવિધા માટે હંગામી હોસ્પિટલ બનાવવામાં આવી છે . એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે હોસ્પિટલમાં તજજ્ઞ ડોક્ટર અને મેડીકલ સ્ટાફ સાથે વહેલી સવારથીજ ટનલ નજીક પહોંચી ગયો છે . ગઢવાલ રેંજ આજીના જણાવ્યા પ્રમાણે 41 કામદારોના બહાર આવતાની સાથેજ સંપૂર્ણ મેડીકલ તપાસ કરાશે. જરૂર પડશે તો એરલીફ્ટ કરીને ઋષિકેશની એઈમ્સમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવશે. ઓપરેશન સિલ્ક્યારા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરીને માહિતી મેળવી હતી. ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણધીન ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે તે પ્રાથમિક જરૂરિયાત પર ભર મુકાયો છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાંત સહિત રાજ્ય પ્રશાશન સ્થળ પર છેલ્લા 12 દિવસથી ટનલ દુર્ઘટનામાં બચાવ કાર્ય કરી રહ્યું છે. રાહત બચાવ કાર્યની પીએમ મોદીએ માહિતી મેળવી છે અને સુચના આપી હતી કે સ્થળ પર જ કામદારોના આરોગ્ય અંગેની સંભાળ લેવામાં આવે અને કોઈ પણ કટોકટીને પહોંચી વળવા સજ્જ રહેવાની પણ તકેદારી રાખવી.
ઓપરેશન સિલ્ક્યારા ચાલી રહ્યું છે ત્યારે વડા પ્રધાનની સુચનાથી કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ સવારથીજ ટનલ પર પહોંચ્યા છે અને બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. સુરંગની અંદર બંને એ પહોંચીને તપાસ કરી હતી. આ દરમિયાન પીએમઓ ના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુબ્લેનું નિવેદન સામે આવ્યું છે . તેમણે જણાવ્યું કે ઓપરેશન સિલ્ક્યારા હવે અંતિમ તબક્કામાં છે આ કામગીરીમાં 12 થી 14 કલાકનો સમય લાગી શકે છે . બીજી તરફ અન્ય સુત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ સમયે સારા સમાચાર મળી શકે છે.
ઓપરેશન સિલ્ક્યારા સ્થળ પર ઇન્ટરનેશનલ ટનલ એન્ડ અન્ડરગ્રાઉન્ડ સ્પેસ એસોશિએશન પ્રમુખ આર્નોલ્ડ ડિસ્ક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમને બચાવ કાર્યની પ્રસંશા કરી હતી. તેમણે સ્થળ પરથી જણાવ્યું હતું કે આ ટનલ દુર્ઘટનામાં પ્રથમ દીવાસ્થીજ 41 કામદારોને ખોરાક અને ઓક્સીજન પૂરું પાડવામાં આવ્યું છે તે ખુબ પ્રસંશનીય છે કારણ કે અગાઉ બનેલી ટનલ સંબધિત દુર્ઘટનાઓ માં મોટા ભાગે મૃત્યુ નો આંક સામે આવતો હોય છે પરંતુ અહી બચાવ કાર્ય દરમિયાન રાખવામાં આવેલી સાવચેતી અને ચોવીસ કલાક બચાવ કર્મીઓની સજાગતા ફસાયેલા શ્રમિકોને જીવિત બહાર કાઢવામાં સફળતા મળશે