HomeEntertainmentસેલ્ફી લેવા આવેલા ફેનને નાના પાટેકરે માર્યો થપ્પડ, ઘટનાનો વીડિયો વાયરલ

સેલ્ફી લેવા આવેલા ફેનને નાના પાટેકરે માર્યો થપ્પડ, ઘટનાનો વીડિયો વાયરલ

Nana Patekar slaps fan  : બોલિવૂડ એક્ટર નાના પાટેકર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ વખતે તેણે જાહેરમાં તેના એક ફેન્સને થપ્પડ મારી દીધી છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા નાના પાટેકર MeToo ના આરોપોને લઈને વિવાદમાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહ્યા હતા. પરંતુ હવે તેણે તેના એક પ્રશંસકને થપ્પડ મારી દીધી છે. નાના પાટેકર (Nana Patekar) ની આ ઘટનાનો વીડિયો રેડિટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ચાહકોને થપ્પડ મારી રહ્યો છે.

વીડિયોમાં અભિનેતાને બ્રાઉન હેટ અને કોટમાં જોઈ શકાય છે. નાના પાટેકર (Nana Patekar) લોકોની ભીડથી ઘેરાયેલા જોવા મળે છે. આ દરમિયાન એક ચાહક તેની પાસે આવે છે. તે નાના પાટેકર (#NanaPatekar) સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે, જ્યારે અભિનેતા ગુસ્સામાં તેને થપ્પડ મારે છે. નાના પાટેકરનો એક ફેન સાથે આવું વર્તન કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેના વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ઘટના બનારસમાં બની છે. આ દિવસોમાં નાના પાટેકર (Nana Patekar) ગદર 2ના ડિરેક્ટર અનિલ શર્માની ફિલ્મ જર્સીના શૂટિંગમાં વ્યસ્ત છે. નાના પાટેકરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં જ ફિલ્મ ધ વેક્સીન વોરમાં જોવા મળ્યો હતો. તેમની આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું હતું. વેક્સીન વોર કોરોના સમયગાળા દરમિયાન ભારત દ્વારા બનાવવામાં આવેલી રસીની વાર્તા બતાવે છે, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક પણ દિવસ ચાલી શકી ન હતી અને તે ખૂબ જ ફ્લોપ સાબિત થઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments