શ્રીનગરના દાલ સરોવરના હાઉસબોટમાં આગ, 3 બાંગ્લાદેશી પ્રવાસીઓના મોત

0
215
Fire in Dal Lake
Fire in Dal Lake

Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન કેન્દ્ર દાલ તળાવ (Dal Lake) માં શનિવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કરોડો રૂપિયાની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી. બાંગ્લાદેશના ત્રણ પ્રવાસી (Bangladeshi Tourists) ઓ તેમની હાઉસબોટમાં આગ લાગતા મૃત્યુ પામ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આજે સવારે સરોવર પરની અનેક હાઉસબોટમાં ભીષણ આગમાં ભસ્મીભૂત થયાના કલાકો બાદ મૃતદેહો મળી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાઉસબોટમાં લાગેલી આગમાં માર્યા ગયેલા ત્રણ પ્રવાસીઓ બાંગ્લાદેશી નાગરિક છે, જેઓ સફિના હાઉસબોટમાં રોકાયા હતા. આ હાઉસબોટ આગના કારણે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, દાલ સરોવર (Dal Lake) ના ઘાટ નંબર 9 પાસે એક હાઉસબોટમાં આગ ફાટી નીકળી, જે ઝડપથી ફેલાઈ અને અન્ય હાઉસબોટને પણ લપેટમાં લઈ લીધી. હાઉસબોટ લાકડાની બનેલી હોય છે. આથી, મદદ પહોંચી ત્યાં સુધીમાં આગ નોંધપાત્ર રીતે ફેલાઈ ગઈ હતી. જિલ્લા પ્રશાસને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, દાલ સરોવર (Dal Lake) પર ઓછામાં ઓછી પાંચ હાઉસબોટ નાશ પામી હતી અને કેટલીક અન્યોને નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આગ એટલી ભયાનક હતી કે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે એક હાઉસબોટ (Houseboat) માં આગ લાગી ત્યારે તેમાં ઘણા લોકો હાજર હતા. ઘણા લોકો બચી ગયા, પરંતુ કેટલાક લોકો તેમાં ફસાઈ ગયા.