ગાંધીનગરમાં યોજાયો નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ

0
211
ગાંધીનગરમાં યોજાયો નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ
ગાંધીનગરમાં યોજાયો નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ

ગાંધીનગરમાં યોજાયો નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ

 પંચાયત સેવા વર્ગ-3ના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પંચાયત સેવા વર્ગ-3ના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. જેમાં  3014 તલાટી કમ મંત્રી તથા 998 જુનિયર ક્લાર્ક 72 ડેપ્યુટી સેક્શન ઓફિસર 58 અંગ્રેજી સ્ટેનોગ્રાફર સહિતના પંચાયત સેવા વર્ગ-3ના ઉમેદવારોને  સીધી ભરતીથી પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા હતા. 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આરોગ્ય, શિક્ષણ સહિત સમાજ કલ્યાણની દરેક યોજનાઓથી છેવાડાના માનવી અને જરૂરત મંદ લોકોને ૧૦૦ ટકા આવરી લેવાનાં આપેલા સેચ્યુરેશન પોઇન્ટના લક્ષ્યાંકને પાર પાડવાનું સેવા દાયિત્વ આ નવ યુવા કર્મીઓએ નિભાવવાનું છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા ૩,૦૧૪ તલાટી કમ મંત્રી, ૯૯૮ જુનિયર ક્લાર્ક, ૭૨ નાયબ સેક્શન ઓફિસર, ૫૮ અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા ૧૭ હવાલદાર મળીને સમગ્રતયા ૪,૧૫૯ નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂંકના પત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ નવી નિમણૂંક મેળવી રહેલા આ યુવા કર્મીઓને દિપાવલી પર્વના પ્રારંભિક દિવસોમાં આ રોજગાર અવસર આર્થિક ઉજાસનો આધાર બન્યો છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જન સેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ