પંજાબ સરકારે લીધા મહત્વના નિર્ણયો, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ

0
235
પંજાબ સરકારે લીધા મહત્વના નિર્ણયો, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ
પંજાબ સરકારે લીધા મહત્વના નિર્ણયો, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ

પંજાબ સરકારે આજે મહત્વના મોટા નિર્ણયો લીધા જેમાં ભગવંત માન સરકારે મુખ્યમંત્રી યાત્રાધામ યોજનાને મંજુરી આપી છે. આમ આદમી પાર્ટીની સરકારે પંજાબના નાગરિકોને ધાર્મિક સ્થળોએ મુલાકાત લેવા માટે એક ખાસ ટ્રેન અને વોલ્વો બસ ચલાવવામાં આવશે. આ યોજના ગુરુ નાનક દેવજી પ્રકાશ પર્વના અવસર પર શરુ કરવામાં આવશે. પંજાબ સરકાર વડીલોને હજૂર સાહિબ , નાંદેડ સાહિબ , વારાણસી ,આનંદપુર સાહિબ, તલવંડી સાબો,જ્વાલાજી, નૈના દેવી, ચિંતપુર્ણી,અને સાલાસર ધામની મુલાકાત લેશે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ યાત્રા માટે 40 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓને મોટી રાહત આપવામાં આવી છે.

પંજાબ સરકારે કેબિનેટ બેઠકમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને રાહત આપતા સમાચાર પણ આપ્યા છે. સરકારે વેલ્યુ એડેડ ટેક્ષ , સીએસટી , સેલ્સ, પંજાબ ટેક્ષ , અને લક્ઝરી ટેક્ષ વિગેરે ટેક્ષમાં સેટલમેન્ટ પોલીસી લઈને આવી છે. જેમાં કુલ 61 847કેસ છે. તેમાંથી પંજાબ વેટ પાસે સૌથી વધુ 32 હજાર કેસ છે. આ તમામ કેસમાં 50 ટકા રાહત આપવામાં આવી છે. જે લોકો ટેક્ષ એક લાખ થી એક કરોડની વચ્ચે છે તેનાથી 19361 વેપારીઓને રાહત મળશે. આ યોજના 15 નવેમ્બરથી 15 માર્ચ સુધી ચાલશે. તમે સ્કીમ હેઠળ ટેક્ષ ભરીને પ્રમાણ પત્ર મેળવી શકો છો. આપને જણાવી દઈએ કે અગાઉ કોંગ્રેસની સરકાર હતી. આ દરમિયાન બે યોજનાઓ આવી હતી. પરંતુ તે સંપૂર્ણ નિષ્ફળ ગઈ હતી. જયારે હવે આ યોજના સંપૂર્ણ સંશોધન પછી જ અમલમાં લાવવામાં આવી છે. તેમ પંજાબ સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. પંજાબ સરકારે જે મોટા મહત્વના નિર્ણયો લીધા છે તેમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓના મોટા લેણાં, વ્યાજ અને સેટલમેન્ટ જેવા કેસોમાં તમામને રાહત મળશે જેમાં પચાસ ટકા સુધીની જોગવાઈ છે .

પંજાબ સરકારે કેબિનેટમાં લીધેલા નિર્ણય પ્રમાણે પંજાબના નાગરિક જેમાં યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની પત્નીઓના પેન્શનમાં વધારો કર્યો છે. પહેલા તે વાર્ષિક 10, 000 રૂપિયા હતું તે હવે વધારીને વાર્ષિક 20 000 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. આજ રીતે 75 ટકાથી 100 ટકાની અપંગતા જો કોઈ જવાનને આવે તો દિવ્યાંગ બનેલા જવાનને 20 થી 40 લાખ રૂપિયા સુધીની રકમ સહાય સ્વરુપે આપવામાં આવશે . 51 ટકાથી 75 ટકા સુધીની અપંગતા ધરાવતા જવાનોને હવે 10 લાખથી 20 લાખ સુધીની રકમ મળશે અને 25 થી 50 ટકા સુધી અપંગતા જવાનને હશે તો 5 લાખથી 10 લાખ આપવામાં આવશે.