દિલ્હી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને વધુ એક સારા સમાચાર દિવાળી પહેલા આપ્યા છે. દિલ્હી સરકારે આ વખતે કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે સરકાર ગ્રુપ બી-અને ગ્રુપ સી કર્મચારીઓને બોનસ આપશે . સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારના તમામ કર્મચારીઓ મારો પરિવાર છે. અને દીપાવલી પર્વમાં દિલ્હી સરકારના તમામ કર્મચારીઓને 7000 રૂપિયા દિવાળી બોનસ મળશે તેવી જાહેરાત કરતા મને ખુશી થાય છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં દિલ્હી સરકારના 80 હજાર કર્મચારીઓને આ લાભ મળશે. દિલ્હી સરકારે આ તમામ સરકારી કર્મચારીઓને બોનસ પેટે 56 000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
દિલ્હી સરકારે અગાઉ તાજેતરમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ હજાર જેટલા સફાઈ કર્મચારીઓને દિવાળી પહેલાજ કાયમી કરવાનો નિર્ણય લઈને તહેવારોની ભેટ આપી હતી. સફાઈ કર્મચારીઓ માટે સરકારે જે જાહેરાત કરી હતી તેમાં પાંચ હજાર જેટલા કામદારોને સીધો ફાયદો થયો છે . દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી સરકારના પગલાથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને પણ અગત્યના નિર્ણયો લઈને સફાઈ કર્મચારીઓની માંગણીને સંતોષી હતી. જેમાં પાંચ હજાર કર્મચારીઓને નિયમિત કરવામાં આવ્યા હતા . 3100 DBC કર્મચારીઓને મળતી તસ્ક MTS બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબુત કરવા અને કચરાના ડુંગરને દૂર કરવાના દરખાસ્ત પસાર કરવાની પ્રક્રિયામાં કરવામાં આવશે જેમાં આ તમામ કર્મચારીઓની મહત્વની ભૂમિકા રહેશે . દિલ્હી સરકાર તેના તમામ કર્મચારીઓને એક પછીએક તહેવારોમાં મોટી ભેટ આપી રહી છે ત્યારે દિલ્હી સરકારના કર્મચારીઓને રૂપિયા 7 હજાર દિવાળી બોનસની જાહેરાત કરતાજ 80 ,000 હજાર સરકારી કર્મચારીઓના પરિવારોમાં ખુશી જોવા મળી .દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ હજાર જેટલા સફાઈ કામદારોને કાયમી કરવાના પ્રસ્તાવને ગૃહમાં બહુમતીથી સમર્થન મળ્યું હતું. ગૃહના નેતા મુકેશ ગોયલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે ગૃહ શરુ થાય તે પહેલા જ વિપક્ષે હંગામો કર્યો હતો. પરંતુ સફાઈ કામદારોના હિતમાં અમારી સરકારે નિર્ણય લીધો અને બહુમતીથી પસાર કરીને દિવાળીની ભેટ આપી છે.
દિલ્હી શહેરની સરકારી શાળાઓમાં ભણતા ગરીબ બાળકોને ગણવેશ માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 1100 સહાય આપવામાં આવશે. તે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આચાર્યોને સારી તાલીમ આપવા માટે ઓક્સફર્ડ , કેમ્બ્રિજ જેવી યુનિવર્સીટીમાં મોકલવામાં આવશે. તેનાથી શાળાઓમાં શિક્ષણનું સ્તર પણ વધશે અને બાળકોને અભ્યાસમાં ફાયદો થશે. કુલ 58માંથી 54 દરખાસ્તો દિલ્હીવાસીઓની સુખાકારી માટે પસાર કરવામાં આવી છે.