‘INDIA  ગઠબંધન નિષ્ક્રિય’ હોવાના નીતિશ કુમારના નિવેદન પર કોંગ્રેસ એલર્ટ, મલ્લિકાર્જુન ખડગેએ નીતિશ કુમારને કર્યો ફોન

0
303

INDIA  : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) દ્વારા કોંગ્રેસ અને INDIA ના ગઠબંધનને લઈને આપવામાં આવેલા નિવેદન બાદ કોંગ્રેસ (Congress)  અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ​​તેમની સાથે ફોન પર વાત કરી હતી. નીતિશ કુમારે ગુરુવારે કહ્યું હતું કે, હાલમાં ‘INDIA’  (इंडिया) ગઠબંધનમાં કંઈ નથી થઈ રહ્યું કારણ કે કોંગ્રેસ પાર્ટી પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં વ્યસ્ત છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 4 નવેમ્બરના રોજ નીતિશ કુમાર સાથે ફોન પર વાત કરી હતી. એવું માનવામાં આવે છે કે ખડગેએ નીતિશને આશ્વાસન આપ્યું છે કે પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી, INDIA ગઠબંધનમાં નિર્ધારિત એજન્ડા મુજબ બધું જ પ્રાથમિકતાના આધારે કરવામાં આવશે.

5 3

શુક્રવારે સાંજે નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ યાદવ અને તેજસ્વી યાદવ વચ્ચે બેઠક યોજાઈ હતી. લાલુ પ્રસાદ અને તેમના પુત્ર અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ મુખ્ય પ્રધાન નીતિશ કુમારને તેમના ઘરે મળ્યા હતા. લાલુ અને તેજસ્વી JDUના વરિષ્ઠ નેતા નીતિશ કુમારના ઘરે લગભગ અડધો કલાક રોકાયા હતા.

JDU અને RJD બંને ‘INDIA’  (इंडिया) ગઠબંધનનો ભાગ : 

આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન યોજાયેલી ચર્ચા રાજ્યમાં શાસક ‘ગ્રાન્ડ એલાયન્સ’ અને વિપક્ષી ગઠબંધન ‘INDIA’ની આસપાસ કેન્દ્રિત હતી. જેડીયુ અને આરજેડી બંને વિપક્ષી ગઠબંધન ‘INDIA’  નો ભાગ છે.

Nitish Kumar Tejashwi Yadav

આ પહેલા નીતીશ અને તેજસ્વીએ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરી હતી.

कांग्रेस को विपक्षी मोर्चे को आगे बढ़ाने की चिंता नहीं

– नीतीश कुमार

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ઇન્ડિયા) ની પ્રવૃત્તિના અભાવ માટે તેના મુખ્ય ઘટક કોંગ્રેસને દોષી ઠેરવતા કહ્યું હતું કે, દેશની સૌથી જૂની પાર્ટી હાલમાં પાંચ વિધાનસભાની ચૂંટણીમાં રસ રાખી રહી છે અને એને વિપક્ષી પક્ષને આગળ વધારવા માટેની કોઈ ચિંતા નથી.

સીપીઆઈના રાષ્ટ્રીય મહાસચિવ ડી રાજાએ પણ કહ્યું હતું કે, કોંગ્રેસે જુનિયર સાથી પક્ષો પ્રત્યે ‘વધુ ઉદાર’ બનવાની જરૂર છે. તેજસ્વીએ કોંગ્રેસ વિશે સ્પષ્ટપણે કંઈ કહ્યું નહોતું, પરંતુ આશા વ્યક્ત કરી હતી કે આવતા મહિનાની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ પૂરી થયા બાદ વિપક્ષી ગઠબંધનમાં નવી ગતિ આવશે.