World Cup 2023 (#INDvsSA) : ભારતીય ટીમને મોટો ફટકો લાગ્યો છે, ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. BCCI (बीसीसीआई ) એ હાર્દિકના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમની આગામી મેચ 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા (#INDvsSA) સામે થવાની છે. જો કે, ટીમ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. ગયા મહિને પુણેમાં બાંગ્લાદેશ સામેની ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે પંડ્યા (हार्दिक पांड्या) ને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ટીમની બહાર બેસવું પડ્યું હતું. એવી અપેક્ષા હતી કે પંડ્યા (#HardikPandya) સેમિફાઈનલ સુધી ફિટ થઈ જશે પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પંડ્યા વર્લ્ડ કપમાં વાપસી કરી શકશે નહીં.
નોધનીય છે કે, પ્રસિદ્ધ કૃષ્ણાને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. શનિવારે ટૂર્નામેન્ટની ઇવેન્ટ ટેકનિકલ કમિટી તરફથી મંજૂરી મળ્યા બાદ હાર્દિકની જગ્યાએ ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) ભારત માટે અત્યાર સુધી 17 ODI મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 29 વિકેટ ઝડપી છે. T-20માં ભારત માટે તેના નામે 4 વિકેટ છે. હવે જોવાનું એ રહે છે કે કોલકાતામાં રમાનાર સાઉથ આફ્રિકા (#INDvsSA) સામેની મેચમાં ભારતીય ઈલેવન કઈ હશે. શું કૃષ્ણ પોતાનું સ્થાન બનાવી શકશે? હવે હાર્દિકની ગેરહાજરીને કારણે ભારતીય ઈલેવનમાં ફેરફારની શક્યતા ઘણી ઓછી છે.