વજન વધારવા માટેના શ્રેષ્ઠ સ્મુધી: હોમમેઈડ પ્રોટીન સ્મુધી

0
586
હોમમેઈડ પ્રોટીન સ્મુથી
હોમમેઈડ પ્રોટીન સ્મુથી

વજન વધારવા માટેના શ્રેષ્ઠ સ્મુધી: હોમમેઈડ પ્રોટીન સ્મુધી. વજન વધારવું એ અન્ય લોકો માટે વજન ઘટાડવા જેટલું મુશ્કેલ હોઈ શકે છે. લોકોને વજન ઘટાડવાની પદ્ધતિઓ અને રીતો તો બધે જ જોઈ હશે પણ વજન વધારવાની રીતો ઘણી ઓછી જગ્યા પર વાતો થાય છે. અમુક લોકો માટે વજન ઘટાડવું સરળ હોય છે તો કોઈ માટે વજન વધારવું.

વજન વધારવા માટે તમારે વારંવાર ખાતા રેહવું પડે, કેલેરીસ વાળું ખાવું પડે, તમારા આહારમાં અમુક ખોરાક ઉમેરવાથી વધારવાની કેલેરી અને પોષક તત્વો મળી રહે છે. જેમ કે પ્રોટીન, વજન વધારવાના અસરકારક પ્રયત્નોની આજે વાત કરીશું.

હોમમેઈડ પ્રોટીન સ્મુધી

હોમમેઈડ પ્રોટીન સ્મુધી તમારા શરીરને વજન વધારવા માટે એકદમ પૌષ્ટિક અને તંદુરસ્ત રાખી શકે છે.

૧. કાજુ ચોકલેટ બનાના સ્મુધી : ૧ કપ બનાના, ૧ સ્કૂપ ચોકલેટ (સફેદ, બ્રાઉન, મિલ્ક ચોકલેટ કોઇપણ), અને ૧ ચમચી કાજુ અથવા અખરોટ લઈ શકાય. બધાને ૨ કપ દૂધ સાથે મિક્ષ્ચરમાં બ્લેન્ડ કરો અને સર્વ કરો.

હોમમેઈડ પ્રોટીન સ્મુધી
પ્રોટીન સ્મુધી કાજુ ચોકલેટ બનાના સ્મુધી

૨. વેનીલા બેરી બદામ સ્મુધી : ૧ કપ વેનીલા સ્કૂપ આઈસ્ક્રીમ, ૧ કપ અથવા બાઉલ બેરીસ જે તમને પસંદ હોય છે બ્લુ, રેડ. ૧ ચમચી પ્રોટીન મિલ્ક પાઉડર અને તેમાં ૧ ચમચી બદામને થોડાં દૂધ સાથે બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો અને સર્વ કરો.

હોમમેઈડ પ્રોટીન સ્મુથી
હોમમેઈડ પ્રોટીન સ્મુધી વેનીલા બેરી બદામ સ્મુધી

૩. સુપર ગ્રીન સ્મુધી : ૧ કપ પાલક, ૧ કપ ગ્રીન સેલેરી, ૧ ચમચી મિક્ષ ફ્રુટ સીરપ, ૧ કપ પાકેલું એવાકાડોઅને ૧ કપ યોગર્ટ જો દહીં પસંદ ન હોય તો આઈસ્ક્રીમ પણ લઇ શકાય. બધાને બ્લેન્ડ કરીને સુપર ગ્રીન સ્મુધી તૈયાર છે પીવા માટે.

હોમમેઈડ પ્રોટીન સ્મુથી
પ્રોટીન સ્મુધી સુપર ગ્રીન સ્મુધી

૪. દૂધ નટેલા(પીનટ બટર) સ્મુધી : ૨ કપ ફેટી દૂધ, ૧ કપ બનાના, અડધો કપ પીનટ બટર કે નટેલા અને ૧ ચમચી યોગર્ટ ને મિક્ષ કરીને એન્જોય કરો સ્મુધી.

Screenshot 2023 10 31 at 21 02 59 peanut butter smoothie Google Search
પ્રોટીન સ્મુધી દૂધ નટેલા(પીનટ બટર) સ્મુધી

૫. બનાના કોફી યોગર્ટ સ્મુધી : કેફીન પસંદ હોય તો કોફી સૌથી શ્રેષ્ઠ પસંદ છે. ૧ કપ બનાના, ૧ ચમચી કોફી, ૨ ચમચી પ્રોટીન મિલ્ક પાઉડર, ૨ ચમચી ચિયા સીડ્સ, ૨ ચમચી યોગર્ટ સાથે બ્લેન્ડર માં બ્લેન્ડ કરી ને મજા માણો સ્મુધીની.

Screenshot 2023 10 31 at 21 03 48 banana coffee Google Search
પ્રોટીન સ્મુધી બનાના કોફી યોગર્ટ સ્મુધી

૬. ખજુર અંજીર ડ્રાયફ્રુટ સ્મુધી : ૧ કપ ખજુર, અંજીર લો અને તેને ઘી માં સાંતળી લો. તમારા ભાવતા ડ્રાયફ્રુટ પણ લઈ શકાય કાજુ, બદામ, પીસ્તા. થોડું તીખો ફેલ્વર કરવા માટે ગંઠોડા અને આદુનો મસાલો પણ નાખો. તેને એક બ્લેન્ડરમાં બદામના દૂધ અથવા નોર્મલ ફેટી દૂધ સાથે મિક્ષ કરો અને સર્વ કરો. આ સ્મુધીને તમે ગરમ કે ઠંડુ લઈ શકો છો.

ખજુર અંજીર ડ્રાયફ્રુટ સ્મુધી
ખજુર અંજીર ડ્રાયફ્રુટ સ્મુધી

ભારતીય હેલ્થી પીણાં : વજન ઘટાડવા માટેના હેલ્થી પીણાં

આવા યુટ્યુબ કંટેન જોવા માટે અહિયાં ક્લિક કરો