12મી સુધીનો અભ્યાસ, આંદોલન માટે વેચી જમીન… મરાઠા આરક્ષણ મુદ્દે લોકોને એકજુટ કરનાર કોણ છે મનોજ જરાંગે

0
370
Jarange
Jarange

Maratha Movement : મહારાષ્ટ્રમાં મરાઠા અંદોલન વધુ હિંસકરૂપ લઇ રહ્યું છે. અંદોલનકારીઓએ સોમવારના રોજ બીડમાં ધારાસભ્યોના ઘર, ઓફીસ અને દુકાનોમાં તોડફોડ અને આગચંપી કરી. હિસા વધુ ના ફેલાય તે કારણોસર ધારાશિવમાં કર્ફ્યું લાદવામાં આવ્યું છે. જયારે પોલીસે હિંસા ફેલાવનાર 49 આંદોલનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

2 83
Maratha Movement

હિંસા બાદ કર્ફ્યું :

હિંસા બાદ કલેકટર દીપા મુંડેએ બીડને અડીને આવેલા નેશનલ હાઇવેના 5 કી.મી. સુધીના અંતર પર કર્ફ્યું લગાવી દીધો છે. બીજી તરફ ધારાશિવમાં પણ અંદોલન હિંસક બનતા કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. જીલ્લામાં મરાઠા આંદોલન (Maratha Movement) ને લઈને ભૂખ હડતાલ પણ ચાલી રહી છે. અંદોલનકરીઓએ કર્ણાટક રાજ્ય પરિવહન નિગમની એક બસ પણ સળગાવી દીધી છે.

રાજીનામાનો સિલસીલો શરૂ :

મહારાષ્ટ્રના બીડ જીલ્લાના ધારાસભ્યે મરાઠા અંદોલનન સમર્થનમાં વિધાનસભામાં પોતાનું રાજીનામું આપી દીધું છે. ગેવરાઈના ધારાસભ્ય લક્ષ્મણ પવારે પણ રાજીનામુ આપવાની વાત કરતા કહ્યું કે મરાઠા અનામત વર્ષોથી અટકાવી રાખવામાં આવ્યું છે. આ પહેલા નાસિક અને હિંગોલીના શિવસેના સાંસદ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નજીકના ગણાતા હેમંત પાટિલ અને હેમંત ગોડસેએ રાજીનામું આપ્યું હતું

ભૂખ હડતાળ પર ઉતરનાર કોણ છે મનોજ જરાંગે (Manoj Jarange)..?

Manoj Jarange
Manoj Jarange.

  • મરાઠા અનામત અંદોલન (Maratha Movement) ની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે ચાલી રહેલા અંદોલનના કેન્દ્રમાં 41 વર્ષીય મનોજ જરાંગે છે.
  • મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના નેતા મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં આ દિવસોમાં અનામતની માંગ તીવ્ર બની છે. થોડા સમય પહેલા મનોજ જરાંગે પાટીલે મહારાષ્ટ્ર સરકારને મરાઠા આરક્ષણ પર નિર્ણય લેવા માટે 40 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં ન આવતા તેઓ ભૂખ હડતાળ પર ઉતારી ગયા.
  • મનોજ બીડનો રહેવાસી છે અને તે જાલનામાં એક હોટલમાં કામ કરે છે. શરૂઆતમાં તેઓ કોંગ્રેસના કાર્યકર હતા. પરંતુ ત્યાર બાદ તેઓ મરાઠા સમુદાય માટે ‘શિવબા સંગઠન’ની રચના કરી.
  • મનોજ જરાંગે 12મા સુધી ભણેલા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેણે મરાઠા આરક્ષણ આંદોલન (Maratha Movement) માં ફંડ એકઠું કરવા માટે પોતાની જમીન પણ વેચી દીધી છે.
  • મનોજ જરાંગે 2011થી અત્યાર સુધી 35 વખત અનામત માટે વિરોધ કર્યો છે.
  • જરાંગેના નેતૃત્વમાં મરાઠા સમુદાય તેના સભ્યોને કુણબી જાતિના પ્રમાણપત્રો જારી કરવાની માંગ કરી છે, જેથી તેઓ અનામત માટે ઓબીસીમાં જોડાઈ શકે. અને શિક્ષણ તેમજ સરકારી નોકરીઓમાં અનામતનો લાભ લઇ શકે.

મનોજ જરાંગેની ભૂખ હડતાળ પૂર્ણ :

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 31 ઓક્ટોબરની સવારે આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે પાટિલ સાથે ફોન પર વાત કરી. એકનાથ શિંદેએ આશ્વાસન આપ્યું હતું કે અનામતનું વચન કાયદાની કસોટી પર ખરું ઉતરશે અને સરકાર કુણબી પ્રમાણપત્રોના વિતરણ અંગે નક્કર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપવા અંગે કેબિનેટમાં નક્કર નિર્ણય લેવામાં આવશે. સીએમ એકનાથ શિંદેના આશ્વાસન બાદ મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે સાતમા દિવસે પાણી પીને પોતાના અનિશ્ચિત ઉપવાસનો અંત લાવ્યો. મનોજ જરાંગે અંતરવલી સરાતી ગામમાં ભૂખ હડતાળ પર બેઠા હતા. સોમવારના રોજ જરાંગેની તબિયત લથડી હતી, જે બાદ રાજ્યમાં લોકો ગુસ્સે થઈ હિંસક અંદોલન પર ઉતરી આવ્યા હતા.