વિપક્ષી નેતાઓનો દાવો અમારા ફોન હેક કરાયા : રાહુલ ગાંધી

0
245
વિપક્ષી નેતાઓનો દાવો અમારા ફોન હેક કરાયા : રાહુલ ગાંધી
વિપક્ષી નેતાઓનો દાવો અમારા ફોન હેક કરાયા : રાહુલ ગાંધી

વિપક્ષી નેતાઓએ મંગળવારે સવારે દાવો કર્યો હતો કે તેમના ફોન હેકિંગ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાયોજિત હેકિંગ સંબધિત ચેતવણી સંદેશાઓ મળ્યા છે. આ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમને કહ્યું કે કોંગ્રેસના ઘણા નેતાઓને આ પ્રકારના મેસેજ મળ્યા છે. જેમાં કે.સી. વેણુગોપાલ , સુપ્રિયા શ્રીનેતે, પવન ખેડાનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ હાલમાં યુવાનોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે. રાહુલ ગાંધીએ પહેલા કહ્યું કે હું વિચારતો હતો કે સરકારમાં નંબર વન વડા પ્રધાન છે. બીજા નંબરે અદાણી છે અને ત્રીજા નંબરે અમિત શાહ છે પણ તે ખોટું છે. આ સરકારમાં અદાણી નંબર વન છે, PM મોદી બીજા નંબરે છે અને અમિત શાહ ત્રીજા નંબરે છે .

વિપક્ષી નેતાઓના દાવાઓ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કર્યો કે અમે ભાજપની રાજનીતિ સમજી ગયા છીએ .અદાણી છટકી શકતા નથી. અમે અદાણીને એવા ઘેરી લીધા છે કે તે બચી નહિ શકે . તેથીજ ધ્યાન હટાવવાની રાજનીતિ કરવામાં આવી રહી છે. સમગ્ર દેશનું ધ્યાન તેના પર છે જ . રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે ઈચ્છો તેટલું ટેપ કરો મને કોઈ પરવા નથી . જો તમને મારો ફોન જોઈતો હોય તો હું આપવા તૈયાર છું . હું આજે કહી રહ્યો છું કે આ મામલે બહુ ઓછા લોકો સામે આવી ને લડત આપી રહ્યા છે. પરંતુ અમે આ લોકોથી ડરતા નથી અમે લડીશું. અમે પીછેહઠ નહિ કરીએ .

વિપક્ષી નેતાઓના દાવા સામે આવ્યા બાદ કયા નેતાઓએ ફોન હેકીન્ગની ફરિયાદ કરી છે તે જાણીએ .. ઘણા વિપક્ષી નેતાઓએ દાવો કર્યો કે ફોન ઉત્પાદકો દ્વારા તેમના મોબાઈલ ફોન પર મેસેજ મોકલવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમના ફોન સરકાર દ્વારા સમર્થિત હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યા છે. જે નેતાઓએ આ ફરિયાદ કરી છે તેમાં તૃણમુલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા , શિવસેના (ઉદ્ધવ જૂથ ) નેતા પ્રિયંકા ચતુર્વેદી , કોંગ્રેસના નેતા શશી થરૂર અને પવન ખેડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવન ચઢ્ઢા એ કહ્યું કે તેમને પણ આ પ્રકારના મેસેજ મળ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે માત્ર વિપક્ષના નેતાઓને જ કેમ આ પ્રકારના મેસેજ મળ્યા છે તેની સરકાર સ્પષ્ઠપણે જાહેર કરે અને ખુલાસો કરે.