મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું

0
338
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન કાર્યકર્તાઓએ બીડ શહેરમાં એન.સી.પી.ના ધારાસભ્યના નિવાસસ્થાનને આગ લગાડી હતી. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં દરેક શહેરમાં મરાઠા અનામત આંદોલન શરુ થયું છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આંદોલનકારીઓએ દેખાવો શરુ કર્યા છે. બીડમાં મરાઠા આંદોલન વખતે અનેક ગાડીઓમાં આગ ચંપી કરી હતી. (महाराष्ट्र हिंसक झाला) બસ ડેપોમાં પાર્ક કરેલી બસોમાં તોડફોડ કરવામાં આવી છે. હાલ મહારાષ્ટ્રમાં આ આંદોલન ચરમસીમાએ છે. અને વાતાવરણ ગરમ છે. આને લઈને રાજ્યમાં અનેક સ્થળો પર દેખાવો કરવામાં આવી રહ્યા છે. બીડમાં મરાઠા અનામત આંદોલનના એક પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રવાડી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ સોલંકીના નિવાસસ્થાને તોડફોડ અને આગચંપી કરી અને પાર્કિંગમાં રહેલી કારણે આગ લગાડી હતી.

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન કરતા કાર્યકરો બીડમાં ધારાસભ્ય પ્રકાશ સોલંકીના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ઘરમાં જ હતા તેવું નિવેદન પણ આમે આવ્યું છે. MLA પ્રકાશ સોલંકીએ કહ્યું કે આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની અને સ્ટાફના માણસોને નુકશાન નથી થયું . પરંતુ ઘરમાં સંપતિને નુકશાન થયું છે. બીડ ફાયર બ્રિગેડ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. ધારાસભ્ય પ્રકાશ સોલંકીએ જણાવ્યું કે સદનસીબે મારા કે મારા પરિવારના કોઈ પણ સભ્યને આ ઘટનામાં નુકશાન થયું નથી અને સુરક્ષિત છે.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમને જણાવ્યું કે મરાઠા આંદોલનના આગેવાન મનોજ જરાંગે પાટીલે જોવું જોઈએ કે આ આંદોલનમાં તેમના ઉપવાસ વચ્ચે વિરોધ અને તોફાનો પણ થઇ રહ્યા છે અને રાજ્યની સંપત્તિને નુકશાન પણ થઇ રહ્યું છે. આ આંદોલન હવે ખોટી દિશા તરફ જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે સરકારે આ મામલાની તપાસ માટે વિવિધ ન્યાયાધીશના નેતૃત્વમાં સલાહકાર બોર્ડની રચના કરી છે .

હારાષ્ટ્રમાં એક તરફ મરાઠા આંદોલનકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ મોરચાનો દાવો છે કે રાજ્યમાં જ્યાં હિંસક ઘટનાઓ બની રહી છે તેની પાછળ રાજકીય ષડયંત્ર છે. આ આંદોલનનો કોઈ ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રીતે અમારી માંગ કરી રહ્યા છીએ. મરાઠા અનામત આંદોલન જયારે તીવ્ર બન્યું છે ત્યારે શિવસેના ( શિંદે જૂથ) અને ભાજપ તથા એનસીપી. ( અજીત પવાર જૂથ ) ગઠબંધન સરકાર આગામી સમયમાં કેવા પગલા લેશે તે જોવાનું રહેશે . રાજ્યમાં હાલ એકનાથ શિંદે સરકાર પર કોર્ટમાં પણ અપીલ ચાલી રહી છે અને ગેરકાયેસર જો આ સરકાર જાહેર થશે તો એકનાથ શિંદેના સી.એમ પદ પર સવાલો ઉભા થશે અને કદાચ આવનારા સમયમાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવશે અને મરાઠા અનામત આંદોલનમાં કેવા વળાંકો આવશે તે પણ જોવાનું રહેશે.