હરિયાણા : લોકસભા પહેલા આઠ નગર નિગમની ચૂંટણીની તૈયારીઓ !

0
175
હરિયાણા : લોકસભા પહેલા આઠ નગર નિગમની ચૂંટણીની તૈયારીઓ
હરિયાણા : લોકસભા પહેલા આઠ નગર નિગમની ચૂંટણીની તૈયારીઓ

હરિયાણા સહિત સમગ્ર દેશમાં લોકસભા ચુંટણી ૨૦૨૪માં યોજાશે. . દેશમાં હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે. અને પ્રચાર પણ પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે હરિયાણા સીએમ મનોહર લાલે રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા આઠ નગર નિગમમાં ચૂંટણી કરવાની તૈયારી હાથ ધરી છે. અને લોકસભા પહેલાજ આ ચૂંટણી યોજાય તેવા તમામ પ્રયાસો કરાશે. આ પ્રકારના સંકેતો મુખ્યમંત્રી મનોહર લાલે આપ્યા . તેમની ગણતરી પ્રમાણે જો આ નગર નિગમમાં જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપ તરફી વાતાવરણ બનાવી શકાય. અને ભાજપનું ધ્યાન પણ હરિયાણાના મોટા અને નાણા શહેરોના મતદારો તરફ વધ્યું છે. હરિયાણામાં આગામી લોકસભા અને વિધાનસભા ની સાથે આઠ મહાનગર પાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે સરકાર તરફથી એવો પ્રયાસ છે કે વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં જ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કરાવી શકે છે. મુખ્યમંત્રી મનોહર લાલે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહના સ્વાગત સમારોહમાં આ ચૂંટણીઓ યોજાઈ શકે છે. કારણકે કાર્યકરોએ હવે આળસ ખંખેરીને હવે આગામી ચૂંટણીઓમાં ભાજપની જીત માટે બુથ લેવલ પર મહેનત કરીને ફરી એક વાર ભાજપનો ભગવો લહેરાય તે પ્રયત્ન કરવાનો છે.

CMએ કહ્યું એ હવે તમામ કાર્યકરોએ પાર્ટી અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવીએ સંકલન કરીએ અને ભવ્ય જીત તરફ આગળ વધવાનું છે. તેમણે કહ્યું કે આગામી વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કોર્પોરેશનની ચૂંટણી અંગેની પણ તૈયારી કરવી પડશે. ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યકાળ પૂર્ણ થઇ ચુક્યો છે અને પાંચ મહાનગર પાલિકાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂર્ણ થશે. આવી સ્થિતિમાં લોકસભાની પહેલાજ નગર પાલિકાની અને મહા નગર પાલિકાની ચૂંટણી યોજાશે તેવા સંકેતો હરિયાણાના સીએમ મનોહર લાલે આપ્યા છે.

આપને જણાવી દઈએ કે હરિયાણામાં ફરીદાબાદ, ગુરુગ્રામ, માનેસર મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યકાળ ઘણા સમય પહેલા પૂર્ણ થઇ ચુક્યો છે. અને આ ત્રણેયની ચૂંટણી લાંબા સમયથી યોજાઈ નથી. તેવી સ્થિતિમાં હવે હિસાર , પાનીપત , રોહતક, યમુના નગર, કરનાલ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ આઠ મહાનગર પાલિકાની ચૂંટણી રાજ્ય સરકાર કરાવી શકે છે અને તેના દ્વારા રાજ્યમાં ભાજપ તરફનો માહોલ બનાવી શકાય અને જાણી પણ શકાય તેવી વ્યૂહ રચના ઘડવામાં આવશે તેવા સીધા સંકેતો સીએમ દ્વારા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ લોકસભાની ચૂંટણી પહેલા વાતાવરણ ઉભું કરવું તેમજ શહેરી મતદાતાઓ ને આ ચૂંટણીઓમાં વચનો આપીને પાણીના બીલ , પ્રોપર્ટી ટેક્ષ વિગેરેમાં રાહતની જોગવાઈ કરવી વિગેરે બાબતે ધ્યાન આપવામાં આવશે.