કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ તેજસ આજે થિયેટરમાં રીલીઝ થઇ છે. દર્શકોમાં કંગના રનૌતની ફિલ્મ માટે ગજબનો ઉત્સાહ દેખાયો. તેજસ ફિલ્મની સ્ટોરી, સ્ક્રીન પ્લે, અભિનય તો ઠીક હતું પરતું આ ફિલ્મ વિષય સાથે ન્યાય નથી કરતો.
તેજસ – મુવી
ઉત્પાદક – આરએસવીપી
નિર્દેશક – સર્વેસ મેવાડા
કલાકાર – કંગના રનૌત, આશિષ વિદ્યાર્થી, વરુણ મિત્રા, અંશુલ ચૌહાણ
૨૦૧૫ માં સરકાર દ્વારા એક ઐતિહાસિક પગલા હેઠળ ભારતીય મહિલા સેનામાં મહિલાઓને લડાયક પાઈલેટ તરીકે સામેલ કરવાની મંજુરી આપવામાં આવી હતી. આ પહેલી વાર હતું કે જયારે મહિલા ને ભારત દેશમાં લડાયક વિમાન કેપ્ટન તરીકે લેવામાં આવ્યા હતા. ફિલ્મની સ્ટોરીનો આધાર એક સશક્ત મહિલા પર છે પરતું ફિલ્મ થોડી મજબુત થઈ શકી હોત. ફિલ્મ ને જોયા પછી એ વસ્તુ લાગી કે ફિલ્મ નો એકમાત્ર ઉદેશ્ય હતો કે કંગના રનૌત ને એક હીરો ની જેમ દેખાડવામાં આવે. મેકર્સને ધ્યાન આપવાની જરૂર હતી કે ફિલ્મ નો કિરદાર ત્યારે મોટું દેખાય જયારે સ્ટોરી માં દમ હોય સ્ક્રીન પ્લે મજબુત હોય. આ ફિલ્મ ના મહિલા લડાકુ પાયલોટસ ની વીરતા નું પ્રદર્શન કરી શકી છે ના દેશભક્તિનો જજ્બો દેખાડી શકી છે.
પાકિસ્તાની મિશનની એ જ જૂની વાર્તા
ફિલ્મ ની સ્ટોરી તેજસ એટલે કે કંગના ની છે, જેનું સપનું મોટું થઈને વાયુસેના નું પાયલટ બનવાનું હોય છે. ફિલ્મ નો ચેહરો એ છે, તો સપનું પણ એનું પૂરું થાય છે. અને ખાલી પાયલટ બનવું નહિ પણ પાકિસ્તાન સાથે લડાઈ કરવાનું પણ છે. પાકિસ્તાનીઓના કબ્જામાં એક ભારતીય સિક્રેટ એજન્ટને છોડવાનો મિશન હોય છે જેમાં કંગના જોડાય છે અને કેવી રીતે આ મિશન ને અંત સુધી પૂરું કરે છે. જેમાં કંગના રનૌતનું એક ભૂતકાળ પણ દેખાડયું છે જે ભવિષ્ય અને ભૂતકાળની વાતો આવે છે.
ફિલ્મની ખૂબી અને ખામી:
ફિલ્મ ની ખૂબી ની વાત કરીએ તો ફિલ્મ એક માત્ર મહિલા પ્રધાન મુવી છે અને જેમાં લિંગ ભેદને પૂરું કરવાના મુદ્દા પર વાર્તા છે. ફિલ્મની કમજોરી કહીએ તો ફિલ્મ ની વાર્તા ભારતીય મહિલાઓ લડાકુ વિમાન ચલાવામાં જોડાય છે ત્યાર થી શરૂઆત થાય છે. જયારે ૨૦૦૮ માં મુંબઈ પર આંતકી હુમલા થયા હતા, રામ મંદિર જેવી રીયલ ઘટના ને પણ અંદર લેવામાં આવી છે. પરતું ફિલ્મ એકદમ કાલ્પનિક છે. આગળ વધારે વાત કરીએ તો આ મુવી ને ૫ માંથી ૩.૪ સ્ટાર રેટિંગ મળ્યું છે બાકી દર્શકો ને નક્કી કરવાનું કે આ મુવી ને કેટલામાં ગણવી.
વીઆર લાઇવ પર જુઓ મનોરંજન ની વધુ ન્યુઝ