Home Sports ઓસ્ટ્રેલિયાની નેધરલેન્ડ સામે 309 રનથી જીત

ઓસ્ટ્રેલિયાની નેધરલેન્ડ સામે 309 રનથી જીત

0
464
ઓસ્ટ્રેલિયાની નેધરલેન્ડ સામે 309 રનથી જીત
ઓસ્ટ્રેલિયાની નેધરલેન્ડ સામે 309 રનથી જીત

ઓસ્ટ્રેલિયાની નેધરલેન્ડ સામે 309 રનથી જીત થઈ છે. વર્લ્ડ કપ 2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બુધવારે શાનદાર પ્રદર્શન કર્યું અને એકતરફી જીત નોંધાવી. નેધરલેન્ડની ટીમે પ્રથમ કેટલીક ઓવરો બાદ સ્પર્ધામાંથી બહાર દેખાવાનું શરૂ કર્યું. નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  વિક્રમજીત સિંહે સર્વાધિક 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 8 રનમાં 4 વિકેટ લીધી હતી. મિચેલ માર્શને 2 તથા સ્ટાર્ક, હેઝલવુડ અને પેટ કમિંસને 1-1 સફળતા મળી હતી.

વર્લ્ડ કપમાં ગ્લેન મેક્સવેલે રચ્યો ઈતિહાસ

40 બોલમાં સદી ફટકારી

ગ્લેન મેક્સવેલની વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ સદી

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે 40 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 240.91 હતો. મેક્સવેલે નેધરલેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારીને 49 બોલમાં સદી પૂરી કરનાર દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ પહેલા આ જ વર્લ્ડ કપમાં એડન માર્કરામે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 49 રનમાં સદી ફટકારી હતી. મેક્સવેલની સદીની વાત કરીએ તો, તેણે નેધરલેન્ડના બોલરો પર જરા પણ દયા ન બતાવી. તે 39.1 ઓવરમાં છઠ્ઠી વિકેટ માટે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 48.5 ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. એટલે કે મેક્સવેલે ઈનિંગની 10થી ઓછી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પહેલા મેક્સવેલે 2015 ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં 51 બોલમાં સદી ફટકારી હતી.

ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી

ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) – 40 બોલ વિ નેધરલેન્ડ, 2023* ()

એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) – 49 બોલ વિ. શ્રીલંકા 2023

કેવિન ઓબ્રાયન (આયર) – ઈંગ્લેન્ડ વિરુદ્ધ 50 બોલ, 2011

ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) – 51 બોલ વિ. શ્રીલંકા 2015.

ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 400 રનનો ટાર્ગેટ આપ્યો હતો

દિલ્હીમાં રમાઈ રહેલી મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 399 રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રથમ ઓપનિંગ કરવા આવેલા ડેવિડ વોર્નરે 93 બોલમાં 11 ફોર અને 3 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠા નંબર પર આવેલા ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 240.91ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત થઈ છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે