સાવધાન ! ગુજરાતમાં વધુ ઉત્પાદનની લાલચમાં ઝેરી બન્યા બટાટા

0
176
સાવધાન ! ગુજરાતમાં વધુ ઉત્પાદનની લાલચમાં ઝેરી બન્યા બટાટા
સાવધાન ! ગુજરાતમાં વધુ ઉત્પાદનની લાલચમાં ઝેરી બન્યા બટાટા

બટાટા એ શાકભાજીનો રાજા છે અને લગભગ તે તમામ શાકભાજીમાં પોતાની હાજરીનું મહત્વ પણ બતાવે છે પણ બટાટા વધુ ઉત્પાદનની લાલચમાં ઝેરી બન્યાના અહેવાલ આવ્યા ત્યારથી હવે શું ખાવું તે એક સવાલ છે કારણકે એક પણ ખાદ્ય પદાર્થ ભેળસેળિયાઓએ બાકી નથી રાખ્યો ત્યારે હવે શાકભાજીના ઉત્પાદનોમાં પણ મોટા પ્રમામમાં જંતુનાશક દવાઓ અને વધુ ઉત્પાદનની લાલચ ઝેર બનીને પેટમાં જઈ રહી છે. આપને જણાવી દઈએ કે બટાટા વાવેતર થી લઈને ઉત્પાદન સુધી લગભગ 25 થી વધુ પ્રકારની ઝેરી દવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. ગુજરાતના પ્રખ્યાત બટેટા ગુણવત્તાના ધોરણે તળિયે છે . અને સ્વાસ્થ સાથે ચેડા થઇ રહ્યા છે વધુ ઉત્પાદનની લાલચમાં . જે આરોગ્ય માટે નુકશાન કારક સાબિત થઇ રહ્યા છે. અને શાકભાજીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ બેફામ થઇ રહ્યો છે. આટલી મોટી માત્રામાં જંતુનાશક દવાઓનો ઉપયોગ થતા શાકભાજી અને ખાસ કરીને બટાટા તબીબોના મત પ્રમાણે ખાવા યોગ્ય નથી . અને બટેટાની ખેતીમાં અનિયંત્રિત દવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. એક અહેવાલ મુજબ બટાટાની ખેતીમાં કેટલીક બહુ રાષ્ટ્રીય કંપનીઓ અને સ્થાનિક કંપનીઓ જ્યારથી રસ લેતી થઇ છે ત્યારથી બટેટાની ગુણવત્તામાં દાટ વાળ્યો છે. ખેડૂતો કોમર્શીયલ બન્યા છે આ કંપનીઓને કારણે અને વધુ ભાવ મળે અને મોટી સાઈઝના બટેટાનું ઉત્પાદન કરવા જંતુનાશક દવાઓ છાંટીને જમીન અને પાકને નુકશાન પહોચાડાઈ રહ્યું છે અને આ બટેટા ખુબ મોટું નુકશાન પણ આતોગ્ય લક્ષી આપી રહ્યા છે.

3 40

એક રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બટેટાનું ઉત્પાદન વધુ છે અને ગુજરાતના બટેટા દેશ દુનિયામાં વખણાય છે અને મળતી નેશનલ કંપનીઓ પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. કૃષિના તજજ્ઞો જણાવી રહ્યા છે કે લોકોના આરોગ્યને ખુબ મોટું નુકશાન આ જંતુનાશક દવાઓથી થઇ રહ્યું છે. કૃષિ તબીબોના કહેવા પ્રમાણે જે જંતુનાશક બીજ વાવ્યા બાદ ઉત્પાદન મળે ત્યાં સુધી વાપરવામાં આવે છે તે જમીનમાં ઓગળી જય છે . છોડ તેને આ દવાઓનું શોષણ કરે છે અને ફળ, શાકભાજી,અને અનાજમાં તેનો પ્રવેશ થાય છે.

સામાન્ય રીતે બટેટા , ભીંડા , કોબી, પાલક, ફ્લાવર સ્ટ્રોબેરી , ચેરી,ટામેટા ,નાસપતી,સફરજન ,અને દ્રાક્ષ જેવા શાકભાજી અને ફળોમાં સૌથી વધુ જંતુ નાશક દવાઓ વાપરવામાં આવી રહી છે. અને આજ ખેતી ઉત્પાદનો વ્યવસ્થિત ધોઈને વાપરવામાં પણ છે. તેમાં પણ બહોળા પ્રમાણમાં હાનીકારક દવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે.

ગુજરાતમાં 12 વર્ષ પહેલા બટાટાનો વાવેતર વિસ્તાર 53 હજાર હેક્ટર હતો અને લગભગ 10.50 લાખ મેટ્રિક ટન ઉત્પાદન હતું. અને એક હેકટરે 22 હજાર કિલો બટેટા પાકતા હતા. પરંતુ વર્ષ 2022-23 માં 1.31 લાખ હેક્ટર થયું છે. અને ખેડૂતોએ ઉત્પાદન 41.65 લાખ ટન મેળવ્યું છે.

1 106

આપને જણાવી દઈએ કે બટાટા નું કદ વધારવા માટે તમામ પ્રકારના રસાયણોનો ઉપયોગ છે. છેલ્લા 10 વર્ષથી ઝેબ્રેલીક વપરાય છે. અને જેણે કારણે ઉતર ગુજરાતની જમીનોમાં એસિડનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ઝેબ્રેલીક કેમિકલમાં આલ્કોહોલમાં ભેળવીને બટાટાના પાકમાં છાંટવામાં આવે છે. જેના કારણે તેના કદમાં વધારો થાય છે.