દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સંપતિમાં ઘટાડો

0
290
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સંપતિમાં ઘટાડો
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સંપતિમાં ઘટાડો

એલોન મસ્ક 209.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ છે. એલોન મસ્ક ટેસ્લામાં 13% શેર ધરાવે છે. તેમની મોટાભાગની સંપતિ ઓટો કંપનીઓથી મેળવે છે. છેલ્લા ત્રણ મહિનાના પરિણામો અને વેચાણ બંને પર નજર નાખીએ તો ટેસ્લાના શેર 9.3 ટકા ઘટ્યા છે. ટેસ્લાની ત્રીજા ક્વાટરના આ સૌથી નબળા પરિણામ છે . ટેસ્કલાની નબળી કમાણીને કારણે એલોન મસ્કની સંપતિમાં 16.1 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. . એલોન મસ્ક 209.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે તે સૌ જાણે જ છે. આ પરિણામો આવતાજ અને ડેટાની જાહેરાત થતાજ એલોન મસ્ક દ્વારા એક કોન્ફરન્સ કોલ કરવામાં આવ્યો અને કહ્યું કે વારંવાર ઘ્રહાકોના વિશ્વાસ પર ઊંચા વ્યાજ દરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કંપનીએ 435.059 વાહનોની ડીલીવરી સાથે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં આ વર્ષે તેમનો પ્રથમ ત્રી માસિક વેચાણમાં આ વર્ષે તેમનો ઘટાડો નોંધાયો છે. એક તરફ કંપની દ્વારા કારની કીમતમાં ઘટાડો સતત કરવામાં આવ્યો છે અને તેનું માર્જીન છેલ્લા ચાર વર્ષના ગાળામાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે.

અત્યારે હાલ ભલે એલોન મસ્કની સંપતી ઘટ્યાના અહેવાલ છે પણ આવનારા સમયમાં સંપતિમાં વધારો થશે તેવું સુત્રો દ્વારા માહિતી મળી રહી છે . હાલ ટેસ્લાના શેર ઘટ્યા છે તેથી સંપતી ઓછી થઇ છે અને નેટવર્થ ઘટી છે , છતાં એલોન મસ્કની સંપતિમાં વર્ષ 2023માં 70બિલિયન ડોલરથી પણ વધુનો વધારો થવાની તૈયારી છે . આ વર્ષે ટેસ્લાના શેર ઘટતા સમાચાર હોય પણ એલાન મસ્કની સંપતિમાં વધારો થશે . બરનાલ્ડ આનોલ્ડને થોડા સમય માટે પાછળ રાખ્યા બાદ એલોન મસ્ક ફરી એક વાર વિશાળ માર્જીનથી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાની તૈયારી છે.

ટેસ્લાના જણાવ્યા અનુસાર વર્ષના અંત સુધીમાં 1.8 મિલિયન ગ્રાહકોને નવા વાહનો પહોંચાડશે . ટેસ્લા વિશ્વની સૌથી મુલ્યવાન ઓટોમેકર છે કંપનીએ કહ્યું છેકે નવેમ્બરમાં તેવી લાંબા સમયથી જોવાઈ રહેલી સાયબર ટ્રકની પ્રથમ ડીલીવરી કરશે ભલે તે શીડ્યુલ કરતા હાલ પાછળ છે પણ તેના લક્ષને પહોંચી વળવા તૈયાર છે.

એલોન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે પણ તેઓ ટ્વીટર સુથી મોટા શેર હોલ્ડર પણ બન્યા હતા. અને ટેક ઓવર પણ કરી લીધું છે અને તેનું નવું નામ x પણ આપી ચુક્યું છે. અને બ્લુ ટીક મેળવવા માટે હવે રૂપિયા ભરીને તે સગવડ લેવી પડશે તેવો પણ નિર્ણય કર્યો છે.