અમેરિકન સાંસદે કર્યાં જો બાઈડન પર પ્રહાર
યુએસ સાંસદ રશીદા તલેબનું નિવેદન
‘બાઈડન પેલેસ્ટિનિયનોના નરસંહાર માટે ભંડોળ પૂરું પાડે છે’ : રશીદા તલેબ
અમેરિકન સાંસદે કર્યાં જો બાઈડન પર પ્રહાર કર્યં છે
હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલના સમર્થનને લઈને અમેરિકન સાંસદે પોતાના જ દેશની સરકારને ઘેરી હતી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટ પાર્ટીના સાંસદ રશીદા તલેબે રાષ્ટ્રપતિ જો બાઈડન પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેમની સરકાર પેલેસ્ટિનિયનોના નરસંહાર માટે ભંડોળ પૂરું પાડે છે.
અમેરિકન સાંસદે શું કહ્યું?
યુએસ સંસદમાં એકમાત્ર પેલેસ્ટિનિયન-અમેરિકન ધારાશાસ્ત્રી રશીદા તલેબે કેપિટોલ હિલ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં એક રેલી દરમિયાન ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ કરવાની માંગ કરી હતી. આ દરમિયાન તેણે ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. પોતાના ભાષણ દરમિયાન રશીદા ભાવુક થઈ ગઈ અને સ્ટેજ પર જ રડવા લાગી.
તેમણે કહ્યું, “તે ખૂબ જ પીડાદાયક છે. કે લોકો એક હોસ્પિટલ જ્યાં બાળકો હતા, બોમ્બ ધડાકા થયા હતા. લોકો બાળકોને શાંત કરી રહ્યાં છે તેવા વીડિયો પણ સામે આવ્યાં છે. પરંતુ તેમને રડતા રહેવા દો. આ બાળકો ધ્રૂજતા દેખાય છે, પરંતુ લોકો તેમને શાંત પાડવાની કોશિશ કરે છે. જો આપણે આવા વિડીયો જોઈને રડતા નથી, તો કંઈક ખોટું છે.”
રશીદાએ કહ્યું, “હું તમને કહું છું, રાષ્ટ્રપતિ બાઈડન, આ મુદ્દે આખું અમેરિકા તમારી સાથે નથી. તમારે આ સમજવું પડશે. અમે લોકોને નરસંહાર કરતા અને કેટલાકને મોટી સંખ્યામાં મરતા જોઈ રહ્યા છીએ, પરંતુ તેમ છતાં અમે કંઈ કરી રહ્યા નથી. અમે આ કરીએ છીએ અને મૂક પ્રેક્ષક રહીએ છીએ. આપણે આ યાદ રાખવું જોઈએ.”
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ