Home Main અંબાજી મંદિરના વહીવટી તંત્રએ નિર્ણય બદલ્યો; પુરુષો પણ હવે મહિલાઓ સાથે રમી...

અંબાજી મંદિરના વહીવટી તંત્રએ નિર્ણય બદલ્યો; પુરુષો પણ હવે મહિલાઓ સાથે રમી શકશે

0
612
અંબાજી
અંબાજી

અંબાજી મંદિર ચાચરચોકમાં સોમવારથી  નિયમ બદલાશે. પુરુષો પણ ચાચરચોકમાં ગરબા રમી શકસે. વહિવટી તંત્ર એ ખેલૈયાઓની લાગણીને માન આપી નિર્ણય બદલ્યો. ખેલૈયાઓમાં ખુશીની લાગણી. ચાચરચોકમાં પુરુષો ગરબા રમસે પણ મહિલાઓથી અલગ. ચાચરચોકમાં આજથી મહીલા અને પુરુષો અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે ગરબા રમી શકસે.શક્તિપીઠ અંબાજી ધામમાં ભારતીય નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ વખત મહિલાઓની ગરીમા જાળવવા માટે મહિલા અને પુરુષો અલગ અલગ ગરબા રમે તેવો નિર્ણય લેવામા આવ્યો હતો. પરંતુ ભારે વિવાદ બાદ ફરી એકવાર મંદિર ટસ્ટ્ર દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો છે. ખેલૈયાઓમાં ભારે વિરોધનો સુર ઉઠ્યા બાદ હવે પુરુષોને પણ ચાચરચોકમાં ગરબા રમવાની મંજૂરી અપાઈ છે. 

ખેલૈયાઓની લાગણીને માન આપી વહિવટી તંત્રએ નિર્ણય બદલતા ખેલૈયાઓમાં ખુશીનો કોઈ પાર નથી. ગરબા રસિકોએ વહિવટી તંત્રનો આભાર પણ માન્યો હતો. આમ હવે ચાચર ચોકમાં પુરુષો ગરબા રમશે. પરંતુ મહિલાઓથી અલગ આયોજન કરાશે. ચાચરચોકમાં આજથી મહીલા અને પુરુષો અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે ગરબા રમશે.

ઉલ્લેખનીય છે કે, પહેલા દિવસે અંબાજીમાં ગરબાની શરૂઆત થતાં ચોકમાં મહીલા ખેલૈયાઓથી ચાચર ચોક ગજવ્યું હતું અને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી મહીલાઓ ગરબા રમતા નજરે પડી હતી. જાણે પ્રથમ નોરતે જ ચાચરચોકમાં ઝાકમઝોળ ગરબા જામ્યા હતા. મોટી સંખ્યામાં બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સૂરના તાલે ગરબા રમતા જોવા મળ્યા હતા. જાણે તમામ વસ્તુઓ ભૂલીને માત્ર માતાજીની આરાધના કરવા ગરબા રમતા હોય તેવી રીતે મહિલા ખેલૈયાઓ આજે હિલોળે ચડી હતી.

પ્રથમ દિવસે માતાજીના ચાચર ચોકમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ગરબે રમતા જોવા નજરે જોવા મળી હતી, જ્યારે અમારી ટીમે આ મહિલા અને પુરુષોને અલગ કરી મહિલાઓની ગરિમા જાળવવા માટેના જે પ્રયાસ કરાયો છે તે બાબતે મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો. જ્યાં મહિલા ખેલૈયાઓ એ જણાવ્યું હતું કે મહિલાની ગરિમા જાળવવા માટે વહીવટી તંત્રનો નિર્ણય યોગ્ય છે પણ સાથે એટલું પણ જણાવ્યું હતું જે પરિવાર સાથે આવેલા હોય તેમને ચાચર ચોકમા છૂટ આપવી જોઈએ અથવા ચાચર ચોકમાં જ પુરુષને પણ ગરબા રમવાની અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ, તેવી માંગ મહિલા ખેલૈયો દ્વારા કરવામાં આવી હતી.

પુરુષ ખેલૈયાઓનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો ત્યાં એક પણ ખેલૈયો નજરે પડ્યો ન હતો, પણ મોટી સંખ્યામાં આવેલા પુરુષો જાણે આરામ ફરમાવતા હોય એવી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ કેટલાક પુરુષો પોતાના પરીવારની મહીલા ગરબે રમી રહી તેમને બંધ પિત્તળ ગેટથી દરવાજાથી ગરબા જોઈ રહ્યા હતા તો કેટલાક પુરુષો પોતાના સાથે આવેલી મહીલાની રાહ જોઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યું હતુ. 

પણ જ્યારે અમારી ટીમે પુરુષોનું પણ મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો ત્યાં અનેક પુરુષોએ જણાવ્યું હતું કે જે વહીવટી તંત્ર એ મહિલાઓની ગરિમા જાળવવા માટેનો પ્રયાસ કર્યો છે તે પ્રયાસ યોગ્ય છે, પણ આ પ્રયાસને થોડા પ્રેક્ટીકલ બનીને ચાચર ચોકમાં મહિલાઓ માટે અલગ કોરીડોર બનાવી અને મહિલાઓએ કોરીડોરમાં રમે અને પુરુષો કોરીડોર બહાર ગરબા રમે તેવી વ્યવસ્થા કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા પુરુષ ખેલૈયાઓમાં ભારે નિરાશા સાંપડી ગરબાની રમઝટ વચ્ચે ક્યાંક ને ક્યાંક નારાજગીનો પણ સામનો પુરુષોને કરવો પડ્યો હતો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે