મધ્યપ્રદેશ-છત્તીસગઢ અને તેલંગાણા માટે કોંગ્રેસ ના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર,જાણો દિગ્ગજો ક્યાંથી લડશે ચૂંટણી

0
230
કોંગ્રેસ યાદી
કોંગ્રેસ યાદી

આગામી લોકસભા ની ચૂંટણી ઓ પહેલાં વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ની ચૂંટણી ઓ ભારે ઈમ્પેક્ટફૂલ રહેશે. આ ચૂંટણીઓની અસર વર્ષ 2024ની લોકસભા ની ચૂંટણી ઓ પર પણ ચોક્કસ જોવા મળશે. ત્યારે કોંગ્રેસ એ ત્રણ રાજ્યોમાં પોતાના વિધાનસભા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પૂર્વ સીએમ કમલનાથને છિંદવાડાથી પાર્ટીની ટિકિટ આપવામાં આવી છે.

 કોંગ્રેસે મધ્યપ્રદેશની 144, છત્તીસગઢની 30 અને તેલંગાણાની 55 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છત્તીસગઢની પાટણ બેઠક પરથી ચૂંટણી લડશે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહદેવ અંબિકાપુરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છેકે, આ પહેલાં ભાજપ પણ મધ્ય પ્રદેશમાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ચુક્યું છે. જેમાં ભાજપે આ વખતે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાના ચહેરાઓને મેદાને ઉતાર્યા છે. ભાજપે મામાના ભરોસે એટલેકે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ભરોસે રહેવાને બદલે આ વખતે ત્રણ કેન્દ્રિય મંત્રીઓ સહિત કુલ 6 સાંસદોને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવીને ઉતાર્યા છે. જેને કારણે આ વખતે અન્ય રાજ્યોની સરખામણીએ મધ્ય પ્રદેશનો જંગ રોમાંચક બની રહેશે.

છત્તીસગઢમાં કોંગ્રેસની ટિકિટ કોને મળી?
છત્તીસગઢમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદીની વાત કરીએ તો સીતાપુર (અનામત બેઠક)થી અમરજીત ભગત, ખરસિયાથી ઉમેશ પટેલ, કોરબાથી જયસિંહ અગ્રવાલ, શક્તિથી ચરણદાસ મહંત, અરંગ (અનામત)થી શિવકુમાર દહરિયા, લોહારા (અનામત)થી ડોંડી. અનિલા, તામરધ્વજ સાહુ, સાજા, દુર્ગ ગ્રામીણથી રવિન્દ્ર ચૌબે, નવાગઢ (અનામત)થી ગુરુ રૂદ્ર કુમાર, પાંડારિયાથી નીલકંઠ ચંદ્રવંશી, કવર્ધાથી મોહમ્મદ અકબર, ખેરગઢથી યશોદા વર્મા, ડોંગરગઢ (અનામત)થી હર્ષિતા સ્વામી બઘેલ, રાજનંદથી ગિરીશ. ડોંગરગાંવથી દલેશ્વર સાહુ અને ખુજ્જીથી ભોલારામ સાહુને ટિકિટ આપવામાં આવી છે.

ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ તરફથી કોણ?
જ્યારે મોહલા-માનપુર (અનામત)થી ઈન્દ્રશાહ માંડવી, અંતાગઢ (અનામત), અંતાગઢ (અનામત), સાવિત્રી માંડવી (અનામત), ભાનુપ્રતાપપુર (અનામત), કાંકેર (અનામત)થી શંકર ધ્રુવ, કેશકલ (અનામત), કોંડાગાંવ (અનામત)થી સંત રામ નેતામ. મોહન લાલ મકરમ, નારાયણપુર (અનામત) માંથી ચંદન કશ્યપ, બસ્તર (અનામત) થી લાખેશ્વર બઘેલ, ચિત્રકૂટ (અનામત), દીપક બૈજ (અનામત), દંતેવાડા (અનામત) થી ચન્વિદ્ર મહેન્દ્ર કર્મા, બીજાપુર (અનામત) થી વિક્રમ માંડવી અને કોન્ટા (અનામત) થી કાવાસી લખમાને કોંગ્રેસ પાર્ટીની ટિકિટ આપવામાં આવી છે.