Home Main આ વિસ્તારોમાં આવશે હવામાનમાં પલટો, બિપરજોય જેવા વાવાઝોડાનું પણ તોળાઈ રહ્યું છે...

આ વિસ્તારોમાં આવશે હવામાનમાં પલટો, બિપરજોય જેવા વાવાઝોડાનું પણ તોળાઈ રહ્યું છે જોખમ

0
473
વાવાઝોડુ
વાવાઝોડુ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોના હવામાનનો મિજાજ આજથી બદલાવવાનો છે. યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોના હવામાનનો મિજાજ બદલાવવાનો છે. યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 14-17 ઓક્ટોબર સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ પડશે. આ ઉપરાંત દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળમાં પણ આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. 

હવામાન વિભાગે જણાવ્યું છે કે માલદા, રાયચુર, નાલગોંડા, વિશાખાપટ્ટનમ વગેરેથી ચોમાસું વિદાય થઈ રહ્યું છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુમાં 30-40 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે. આ ઉપરાંત કેરળ, માહે, તમિલનાડુમાં 14-18 ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદ પડશે. લક્ષદ્વીપની વાત કરીએ તો અહીં 14 ઓક્ટોબર, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટકમાં 16 અન 17 ઓક્ટોબરના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત માટે શું આગાહી છે તે પણ ખાસ જાણો. ઉત્તર પશ્ચિમ ભારતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબમાં 14-16 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં કાલ અને પરમ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. 

પૂર્વ ભારતની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે આંદમાન અને નિકોબાર 16-18 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. જ્યારે પશ્ચિમ ભારતના દક્ષિણી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં 14થી 16 ઓક્ટોબર વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી છે. 

ગુજરાત પર વાવાઝોડાનું જોખમ
ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાશે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે. અને પછી 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત આવશે. જે બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફાંટાશે તેવી આગાહી કરવી તે મુશ્કેલ છે પરંતુ જો વાવાઝોડું ઓમાન તરફ ફન્ટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ જો કે મોટાભાગે હાલની સ્થિતિ જોઈ તો વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ ઉપરાંત 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફંકાશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે