જાણો ઘટ સ્થાપના મુહર્ત અને ચમત્કારિક મંત્ર, આ નવરાત્રિમાં માતાજીને રિઝવવાનું ચૂકશો નહિ

0
442

માં આદ્યશક્તિની નવલી નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઇ 24 ઓક્ટોબર સુધી રહેશે. દશમાં દિવસે વિજયા દશમી એટલે કે દશેરા મનાવવામાં આવે છે. આ વખતે નવરાત્રિ પુરા નવ રાત મનાવી શકાશે, નવરાત્રિ પ્રારંભમાં આ વખતે માતા દૂર્ગાનું વાહન હાથી છે. જે અનુસાર વિશ્વમાં સુખ શાંતિ અને સ્થિરતા વધશે

આદ્ય શક્તિ મહાન રક્ષણની ખૂબ જ ઉગ્ર તાંત્રિક દેવીઓમાંની એક છે. આ પવિત્ર દિવસોમાં મંત્રોના જાપ કરવાથી રક્ષણ મળે છે અને અનન્ય રીતે શક્તિ મળે છે. જો તમે ખરાબ સપના સાથે જાગો છો, તો જાપ તેમને દૂર કરી દે છે.

t1yssrfx 1
ઘટ સ્થાપના મુહર્ત

ઘટ સ્થાપના મુહર્ત :

નવરાત્રિ ઘટ સ્થાપના કરવા માટે ના શુભ મુહર્ત – ૧૫ ઓક્ટોબર રવિવારે

  • સવારે  ૮-૦૪ થી ૯-૩૧ (ચલ)
  •          ૯-૩૧ થી ૧૦-૫૮ (લાભ)
  •         ૧૦-૫૮ થી ૧૨-૨૩  (અમૃત)
  • સાજે  ૬-૧૩ થી ૭-૪૬  (શુભ)
  • રાતે   ૭-૪૬ થી  ૯-૧૯  (અમૃત)
  • રાતે   ૯-૧૯ થી  10-૫૨ ( ચલ)

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય નો ઉત્સવ, નવદુર્ગા અંબિકા જગદંબા ભગવતી ચામુંડા ચંડિકા જેવા અનેક નામોથી જેને પૂજીએ છીએ તેવી દેવી આદ્ય શક્તિની કૃપા પ્રાપ્ત કરવા માટે નવરાત્રિના દિવસોએ સુવર્ણ અવસર ગણાય છે. નવરાત્રિમાં માં આદ્યશક્તિની ઉપાસના તુરંત ફળ પ્રાપ્ત થાય છે.

દેવી ભાગવત (देवी भागवत)માં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, અનૂભવ સિદ્ધ કોઈપણ મંત્ર કે યંત્ર દ્વારા નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરાય તો નિર્બળ ભાગ્ય બળવાન બને છે. આપત્તિઓ સામે રક્ષણ થાય છે તેમજ  તમામ રીતે કલ્યાણ થાય છે

3

પ્રાચીનકાળથી દેવી ભાગવતમાં જણાવેલ આ મહાન મંત્રોના જાપથી માં આદ્યશક્તિને પ્રસન્ન કરવામાં આવે છે. દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે, પૃથ્વી પર જેટલા વ્રતો છે, તેમાં નવરાત્રિના વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે

નવરાત્રિ પૂજનથી  ધન-ધાન્ય, સંતતિ, સંપતિ, સુખ-સમૃદ્ધિ, આયુષ્ય આરોગ્ય રક્ષણ, સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા સુખ, સૌભાગ્ય વગેરેમાં લાભ થાય છે.

રામાયણ યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રિ વ્રત કરી માતાજીની આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તે થી જ તેમના હાથે જ દશેરાના દિવસે રાવણનો વધ થયો હતો. આમ પોતાનું શુભ ઇચ્છનારા સર્વ લોકોએ નવરાત્રિમાં શક્તિની આરાધના કરવી જોઈએ.

મહાભારતમાં પણ કુરુક્ષેત્ર યુદ્ધ પહેલા શ્રી કૃષ્ણે અર્જુનની આરાધના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા કહ્યું હતું. આ પ્રસંગે અર્જુન દુવિધામાં હતો કે તેની આરાધનાથી માતાજી પ્રસન્ન થશે કે કેમ ? ત્યારે શ્રી કૃષ્ણએ ખુબ સરસ અને ઊંડાણવાળો જવાબ આપ્યો હતો, “ફક્ત જીભ બોલાવશે તો નહિ આવે, પરંતુ જો આત્મા બોલાવશે તો માતાજી જરૂર આવશે.”   

દેવી ભાગવત (देवी भागवत)માં  દુર્ગાને પ્રસન્ન કરવા ખુબ જ દુર્લભ અને મુશ્કેલ બતાવવામાં આવ્યા છે, માતાજીને પ્રસન્ન કરવા દેવી ભાગવતમાં મંત્ર અને યંત્ર સાધના પ્રયોગો નવરાત્રિમાં શીઘ્ર ફળ આપે છે.  

ક્લીમ મંત્ર એ એક જાપ મંત્ર છે જેનો ઉપયોગ વ્યક્તિના જીવનમાં ભવ્યતા આકર્ષવા માટે થાય છે. ક્લીમ મંત્ર કોઈના જીવનમાં તેમની સહાયતા પ્રદાન કરવા માટે ઉચ્ચ શક્તિઓને આજીજી કરીને કાર્ય કરે છે.

ક્લીમમાં ‘કા, લા, ઇઇ અને એમ’નો સમાવેશ થાય છે. ‘કા’ એટલે કારણ, ‘લા’ એટલે સ્થૂળ શરીર (પ્રગટ અસ્તિત્વ), ‘ઈ’ એટલે કારણ શરીર, અને અનુસ્વાર ‘મ’ એટલે પૂર્ણતા. તો ક્લીમ એ સ્થૂળ શરીર વચ્ચેના સંપૂર્ણ મિલનનું કારણ છે જે કારક શરીરમાં ઓગળી જાય છે. ક્લીમનો અર્થ થાય છે મહાકાલી.

top 17

     ( ૧) દેવી બીજ મંત્ર પ્રયોગ :

   ઐં. હ્રીં  કલીં  (ॐ ऐं ह्रीं क्लीं)

દેવી ભાગવત (देवी भागवत) અનુસાર અનેક વખતે દેવો, તપસ્વીઓ અને ઋષિઓએ તથા સંકટ સમયે કેવળ આ મહાશક્તિશાળી – ત્રણ એકાક્ષર બીજ મંત્રનું  નવરાત્રિ અનુષ્ઠાન કરી, સતત જાપ કરી માતાજીને પ્રસન્ન કર્યાં હતા.

ઐં (વાગબીજ)  હ્રીં (માયાબીજ) અને  કલીં (કામરાજ બીજ) છે, જે અનેક મંત્રોને શક્તિથી ભરી દે તેવા છે   માટે નવરાત્રિ દરમિયાન માતાજીનું ધ્યાન કરી નિત્ય પૂજન કરી કોઈ પણ કાર્ય માટેનો સંકલ્પ કરી,

 ઐં. હ્રીં  કલીં  (ॐ ऐं ह्रीं क्लीं)

કોઈ પણ એકબીજ મંત્રનો સંકલ્પ લઈ જો જ્ઞાન બુદ્ધિની કામના હોય તો માતા સરસ્વતીનો  ‘ઐં’ બીજ મંત્ર

ધન સમૃદ્ધિ એશ્વર્યાની કામના હોય તો માતા લક્ષ્મીનો  ‘હ્રીં’ બીજ મંત્ર અને,

શક્તિ સાહસ અને રક્ષણની કામનાં હોય તો માતા કાલીનો ‘કલીં’ બીજ મંત્ર

આ બીજ મંત્ર માટે ૫ માળા નિયમિત કરવી અને દિવસ રાત્રી સતત મનોમન જાપ કરતા રહેવું તો અવશ્ય તે કાર્ય, ઈચ્છા કે મનોકામના સિદ્ધ થાય છે.

(૨)  શક્તિ મહામંત્ર પ્રયોગ

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરીનારાયણી નમો નમઃ સ્તુતે

આ મંત્ર અંગે કહેવાય છે કે નવરાત્રિમાં કોઈપણ કાર્ય હેતુ સંકલ્પ કરી, આ મહા મંત્રની ત્રણ માળા કરી પોતાના જે કોઈપણ મંગલ કાર્યની કામના હોય તે માતાજી સમક્ષ કરવામાં આવે તો તે અવશ્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. આ અંગે એક જાણીતા જ્યોતિષી જણાવ્યું કે નવરાત્રિ ઉપાસના માં નિત્ય પૂજામાં દેવી મંત્ર પ્રયોગો કરવાથી શીઘ્ર ફળ પ્રાપ્ત થાય છે.

જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે

કોઈપણ આપત્તિ સામે રક્ષણ હેતુની કામના કરી નવરાત્રિ નિત્ય પૂજન કરી, આ મંત્રની રોજ ત્રણ માળા તેમજ દિવસ-રાત મનમાં જાપ રહે તો ગમે તેવી ભયંકર આપત્તિ સામે માતાજી તેનું રક્ષણ કરે છે. કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકતું નથી. ગજબનું સાહસ પ્રાપ્ત થાય છે.

ક્લીમ મંત્ર આપણા સંબંધોમાં સુમેળ બનાવવામાં મદદ કરે છે. જે લોકો ક્લીમ મંત્રનો અભ્યાસ કરે છે, તેઓ માને છે કે તમને જે જોઈએ છે તે માટે ઉચ્ચ શક્તિઓને વિનંતી કરવી આવશ્યક છે. દરરોજ 100 વખત ક્લીમનો પાઠ કરવાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ક્લીમ મંત્રને વ્યક્તિ તેના જીવનમાં શું ઇચ્છે છે તેની માતાજીને અપીલ કરીને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. દેશ દુનિયા અને ધર્મને લગતા સમાચાર વાંચવા – અહી ક્લિક કરો –