ભારત પાકિસ્તાન મેચ જોવા જતા પહેલાં તમારી ટિકિટ અસલી છે કે નકલી? આ રીતે ચકાસી લેજો, નહીં તો…

0
182
ભારત પાકિસ્તાન મેચ
ભારત પાકિસ્તાન મેચ

પ્રશંસકોમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોની ઘણી માંગ છે. જો કે આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો નકલી ટિકિટનો શિકાર બની રહ્યા છે. જી હા… છેતરપિંડી કરનારાઓ ચાહકોની માંગનો મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટોનું બજાર સતત વધી રહ્યું છે. તો શું તમારી પાસે પણ નકલી ટિકિટ તો નથી ને? શું તમે પણ આ છેતરપિંડીનો શિકાર તો નથી બન્યા ને? આખી દુનિયા ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ મેચને લઈને દીવાની બની છે. આ કારણે જ્યારે પણ વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ મેચોની ટિકિટોનું વેચાણ શરૂ થાય છે ત્યારે ભારત- પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો થોડી જ સેકન્ડોમાં વેચાઈ જાય છે.

દરેક વ્યક્તિ આ હાઈ વોલ્ટેજ મેચને મેદાન પર જોવા માંગે છે, પછી ભલે તેને તેના માટે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે. જેનો લાભ લઈને ગુજરાતના અમદાવાદમાં અનેક યુવાનોએ નકલી ટિકિટો વેચવાનું શરૂ કર્યું છે. જોકે, ગભરાવાની કોઈ વાત નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ લોકોની ધરપકડ કરી છે અને અસલી અને નકલી ટિકિટો અંગે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

1

અમદાવાદમાં પોલીસે મેચની 50 નકલી ટિકિટ છાપીને ચાહકોને 3 લાખ રૂપિયામાં વેચવા બદલ 4 લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચાર આરોપીઓમાંથી ત્રણની ઉંમર 18 વર્ષ છે જ્યારે ચોથો 21 વર્ષનો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પહેલા મેચની અસલ ટિકિટ ખરીદી હતી અને પછી તે ઓરિજિનલ ટિકિટની સ્કેન કોપી ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરીને એક આરોપીની દુકાન પર એડિટ કરી હતી. આમ અંદાજે 200 નકલી ટિકિટો છાપી હતી.

12 5

પ્રશંસકોમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોની ઘણી માંગ છે. જો કે આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો નકલી ટિકિટનો શિકાર બની રહ્યા છે. જી હા… છેતરપિંડી કરનારાઓ ચાહકોની માંગનો મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટોનું બજાર સતત વધી રહ્યું છે. તો શું તમારી પાસે પણ નકલી ટિકિટ તો નથી ને? શું તમે પણ આ છેતરપિંડીનો શિકાર તો નથી બન્યા ને?