સીરિયાના જે એરપોર્ટ પર ઈરાનના વિદેશ મંત્રી ઉતારવાના હતા, ઈઝરાયેલે તેણે કર્યાં તબાહ  

0
242
Israel strikes on airports
Israel strikes on airports

Syrian Airport : રાજ્ય મીડિયા SANAએ સૈન્ય સ્ત્રોતને ટાંકીને કહ્યું, 'અલેપ્પો અને દમાસ્કસ એરપોર્ટ પર હુમલા કરવામાં આવ્યા છે. જેના કારણે બંને એરપોર્ટની લેન્ડિંગ સ્ટ્રીપ્સ (રન-વે)ને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં બંને એરપોર્ટ પર તમામ પ્રકારની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

Israel strikes Damascus Aleppo airports
Israel strikes Damascus, Aleppo airports

Syrian Airport : 7 ઓક્ટોબરથી પેલેસ્ટાઈન અને ઇઝરાયેલ સંગઠન હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી 4 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે ગુરુવારના રોજ સીરીયા સમર્થિત હમાસના કેટલાક સ્થળો (Syrian Airport) પર હવાઈ હુમલા કર્યાં છે. આ હુમલા દમિશ્ક (દમાસ્ક) અને અલેપ્પોની પાસે કરવામાં આવ્યા હતા. ઈરાનના વિદેશ મંત્રી ગુરુવારના રોજ દમિશ્ક એરપોર્ટ (Syrian Airport) પર ઉતરવાના હતા, જ્યાં આ હુમલો થયો હતો. હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી અધવચ્ચે જ પોતાના દેશ પરત ફર્યા હતા. એક અહેવાલ મુજબ ઈઝરાયેલના હુમલા બાદ સીરિયાના બે મુખ્ય એરપોર્ટ પર સેવા બંધ છે. તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

Aleppo airports
Aleppo airports

સ્ટેટ મીડિયા SANAએ લશકરી સુત્રનો હવાલો આપતા કહ્યું કે, આ હવાઈ હુમલામાં દમિશ્ક અને અલેપ્પો એરપોર્ટની લેન્ડીંગ સ્ટ્રીપ ડેમેજ થઇ ગઈ છે. હુમલાના કારણે આ બંને શહેરોના એરપોર્ટ પરની સર્વિસ સંપૂર્ણ બંધ કરવામાં આવી છે અને ત્યાં આવતી તમામ ફલાઈટ રદ્દ કરવામાં આવી છે.

#FreeGaza, #IsraelTerrorists, #IsraelPalestineWar

દેશ, દુનિયાને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

‘Cricket Diplomacy’ : ભારત-પાકિસ્તાન દુશ્મનાવટ વચ્ચે ‘ક્રિકેટ ડિપ્લોમસી’નું શું થયું?

ICC Cricket World Cup : પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓને ભારતીય વિઝા (VISA) વિશે માહિતી નથી, મેચની ટિકિટો બરબાદ

ગાઝા પર ‘મોતનો વરસાદ’, જાણો કેવી રીતે ફોસ્ફરસ બોમ્બ ઓક્સિજન સાથે ભળી સર્જે છે વિનાશ