ભારત – પાકિસ્તાન મેચ – શહીદોના બલિદાન પર પાણી ફરી વળે છે

0
231
ભારત - પાકિસ્તાન મેચ - શહીદોના બલિદાન પર પાણી ફરી વળે છે
ભારત - પાકિસ્તાન મેચ - શહીદોના બલિદાન પર પાણી ફરી વળે છે

ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચનો ઉત્સાહ દુનિયાભરમાં હમેશા પરાકાષ્ટાએ હોય છે. પણ જયારે દેશભક્તિની વાત હોય ત્યારે જાણે ક્રિકેટ મેદાન પણ સહદદ પરનું રણમેદાન હોય તેવું લાગતું હોય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ દેશના વીરોને સામી છાતીએ ગોળીઓ ઝીલવા મજબુર કરે ત્યારે દેશભક્તિ ફક્ત ભારતીય સેનાના જવાનો માટેજ છે ? શહીદોના રેડાયેલા લોહી પર ભારત પાકિસ્તાન મેચનો ક્રેજ પાણી ફેરવતો હોય તેવું શહીદ પરિવારો સહિત દેશના કરોડો લોકો માની રહ્યા છે. VR LIVE એ અમદાવાદના શહીદ પરિવારને મળીને અને કેટલાક અમદાવાદીઓને મળીને ભારત પાકિસ્તાન મેચ શું એટલી જરૂરી છે ? જયારે દેશની સરહદો પર પાડોશી દેશની નાપાક હરકત 24X7 સતત જોવા મળતી હોય છે તે અંગે ચર્ચા કરી . અમદાવાદના શહીદ વીર કેપ્ટન નીલેશ સોનીના પરિવાર સાથે વાત કરતા તેમના મોટાભાઈ જગદીશ સોની પહેલાતો ભૂતકાળમાં સારી જય છે અને નિશબ્દ થઈને તેમના હાવભાવ અને આંખો ઘણું કહી જાય છે. વર્ષ 1987ના 12 ફેબ્રુઆરીનોએ દિવસ યાદ કરે છે અને માત્ર એટલુજ બોલ્યા ભારતીય લશ્કર ની ૬૨ ,ફિલ્ડ (તોપખાના ) રેજીમેન્ટમાં લશ્કરી અધિકારી તરીકે જોડાયેલ .તેમની બે વર્ષની નોકરી દરમ્યાન તેમને રાષ્ટ્રના અતી વિષમ સરહદી વિસ્તાર કારગીલ, લેહ અને  લડાખમાં ફરજ બજાવી હતી. આ સમય દરિયાન તેમને કેપ્ટનનું પ્રમોશન મળેલ . સપ્ટેમ્બર- ૧૯૮૬માં તેમની નિમણુક વિશ્વના સૌથી ઉચ્ચતમ પર્વતીય યુદ્ધ ભૂમિ “સિયાચીન ગ્લેસયરમાં ” ની ૨૦૦૦૦ ફીટની ઊંચાઈ આવેલ “ચંદન પોસ્ટ ” પર થયેલ .પાંચ માસ થી વધુ સમય માટે  -૬૦ ડિગ્રી તાપમાન માં ફરજ બજાવતા  ૧૨ -ફેબ્રુઆરી ૧૯૮૭ ના રોજ “”મેઘદૂત ઓપરેશન”” અંતર્ગત પાકિસ્તાની સેના સામે લડતા ૨૫ વર્ષની ઉંમરે રાષ્ટ્ર ,પ્રજા અને ધર્મ ના રક્ષણ માટે પોતાના મહામૂલા પ્રાણ ન્યોછાવલર કરી વીર ગતિ પ્રાપ્ત કરનાર  એક માત્ર ગુજરાતી લશ્કરી અધિકારી છે.

2 જગદીશ ભાઈ

એક વાર એ શહીદ પરિવારોને મળજો.. ઘણું સમજી જશે

જગદીશ ભાઈ કહે છે સરહદ પર ખાસ કરીને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, અને ગુજરાતના સીમાડાઓ પર વીર જવાનો ખડે પગે જાગતા હોય ત્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનો પોતાની મનમાની કરવામાં સફળ થતા નથી પણ પીઠ પાછળ ઘા કરીને દેશના વીર જવાનો શહીદી વહોરતા હોય છે . કેટલીય ઘટના દેશ આઝાદ થયો ત્યારથી સતત બની રહી છે જયારે આતંકી હુમલો થાય ત્યારે દેશભક્તિનો ફુગ્ગો હવામાં ઉડતો જોવા મળે પણ બેચાર દિવસમાં એ ફુગ્ગો હવમાં ઓગળતો જોવા મળે .. પરંતુ શહીદી શું કહેવાય તે જાણવા ક્યારેય શહીદ પરિવારોને મળજો ખ્યાલ આવશે કે દેશનો યુવાન દેશ માટે જયારે લોહી રેડતા હોય અને ભારત પાકિસ્તાનની મેચની ટીકીટો કેટલાક મુર્ખાઓ બ્લેકમાં ખરીદીને ક્રિકેટના મેદાનમાં બંને દેશોની ટીમના આયોજકોને અને ખેલાડીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવા જાણે આતુર હોય તેવા દ્રશ્યો સામે આવે ત્યારે એક વાર એ શહીદ પરિવારોને મળજો .. જે પોતાના પરિવારમાં ગરીબીમાં રહેતા માતા પિતા અને પત્ની અને કદાચ સંતાન પણ હોય તેમની સ્થિતિ શું છે .

શું દેશભક્તિનો ઠેકો માત્ર ભારતીય સેનાએ જ લીધો છે ?

WhatsApp Image 2023 10 12 at 11.05.41 1 1

આતંકી પ્રવુત્તિને પાકિસ્તાન જે રીતે આતંકીઓ દ્વારા ભારતમાં પ્રોક્ષી વોર લડી રહ્યું છે તેમાં દેશની ક્રિકેટ મેચનો બહિષ્કાર કરી શકીએ છીએ કે નહિ??? આ એજ ભારતીયો છે જે પાકિસ્તાન જ્યારે જ્યારે આતંકી હુમલા કરેલ છે ત્યારે “આર પાર ની લડાઈ”, ખતમ કરી નાખો પાકિસ્તાનને જેવો આક્રોશ બતાવીને જાણે દેશ્ભારીની સુફિયાણી વાતો કરતા થાકતા નથી પણ અમદાવાદમાં હોય કે દેશના બીજા કોઈ શહેરમાં .. અતી ઉસ્તાહથી મોંઘીદાટ ટિકિટો લઈ મેચ જોવા ઉમટી પડતા લોકોની કેવી દેશભક્તિ એક શહીદ પરિવારને સમજાતી નથી.

3 1

જાણો અમદાવાદીઓની મિજાજ ભારત પાકિસ્તાન મેચ પર અને શહીદોના રેડાયેલા લોહી પર

કેટલાક અમદાવાદીઓને પણ VR LIVE દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ભક્તિ પર દેશભક્તિના બેવડા ધોરણો કેટલા યોગ્ય ? ત્યારે એક ક્રિકેટ ચાહકે કહ્યું કે ભારત પાક મેચ હમેશા એક ઉત્સાહ જગાવે છે અને રમવી જોઈએ પણ જયારે સરહદ પર શહીદોના ભોગે ક્યારેય નહિ…એક અન્ય વ્યક્તિએ કહ્યું કે ગુજરાતમાં નવરાત્રી પર્વ પર વિધર્મીઓને પ્રવેશ પર જયારે હિંદુ સંગઠનો તિલક, ગૌમુત્ર અને આધાર કાર્ડ બતાવીને એન્ટ્રી આપવીના સૂચનો કરી રહ્યા છે અને તેને અમલમાં પણ સંચાલકોએ મુક્યા છે . ત્યારે ગઈકાલે પાકિસ્તાનની ટીમનું જે ભવ્ય સ્વાગત અમદાવાદની હોટેલમાં કરવામાં આવ્યું તેમાં ગુજરાતી ગરબા પ્રથમ હરોળમાં હતા અને ગરબા કરીને દેશની યુવતીઓએ સ્વાગત કર્યું ..આ એટલા માટે અહી ઉલ્લેખ કરવો પડ્યો કારણકે એક વિધર્મી ટીમ પાકિસ્તાનથી આવી છે તેનું સ્વાગત કરાયું .. ગરબાથી !..

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની એક વાત દરેક ભારતીયએ સમજવી પડશે .. દેશ તો આઝાદ થતા થઇ ગયો તે શું કર્યું ? ..