હરિયાણા : કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને યાદ આવ્યા બ્રાહ્મણ !

0
187
હરિયાણા : કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને યાદ આવ્યા બ્રાહ્મણ !
હરિયાણા : કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને યાદ આવ્યા બ્રાહ્મણ !

હરિયાણાના પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભુપેન્દ્ર સિંહ હુડ્ડાને હવે બ્રાહ્મણ યાદ આવ્યા છે. તેમને કહ્યું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો બ્રાહ્મણ સમુદાય થી ડેપ્યુટી સીએમ બનાવશે અને આ નિવેદનથી હરિયાણામાં રાજકારણ ગરમાયું છે. હરિયાણા રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી રામ બિલાસ શર્માએ કહ્યું કે ચાલો મોડે મોડે પણ બ્રાહ્મણો તેમને યાદ આવ્યા ખરા. તેમને કહ્યું કે બ્રાહ્મણોની નજર ડેપ્યુટી સીએમની ખુરશી પર નહિ પરંતુ મોટી ખુરશી પર છે. પૂર્વ શિક્ષણ મંત્રીએ કહ્યું કે શ્રાધ્ધના દિવસોમાં કોંગ્રેસના નેતાને બ્રાહ્મણો યાદ આવ્યા તે સારું કહેવાય પરંતુ હું તેમને જણાવીશ કે બ્રાહ્મણ સમુદાય કોઈ પણ સત્તાની ખુરશી ભૂખ્યા નથી.

આ નિવેદનથી હરિયાણા રાજકારણમાં ગરમાવો આવ્યો

હરિયાણા પૂર્વ સીએમ ભુપેન્દ્ર હુડ્ડાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સરકારમાં આવશે તો બ્રાહ્મણોને મહત્વ આપશે અને નાયબ મુખ્યમંત્રીનું પદ બ્રાહ્મણોને આપશે. અ પછી રામ બિલાસ શર્માએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાં જે જુથવાદ છે તેના વિષે હુડ્ડા સાહેબે વિચારવું જોઈએ અને તેમનો કાંટો કોંગ્રેસના જૂથવાદથી કાઢવામાં આવ્યો તે અંગે વિચારવું જોઈએ નહીકે ચૂંટણી આવે ત્યારે બ્રાહ્મણ સહિતના સમુદાયોને યાદ કરવાના હોય. ભુપેન્દ્ર સિંહ હુડ્ડાને તેમણે કહ્યું કે બ્રાહ્મણોને કોંગ્રેસની આ લોલીપોપની જરૂર નથી.

RAMBILAS SHARMA

રામ બિલાસ શર્માએ વધુમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના SYL પરના નિર્ણયનું સ્વાગત કરું છું. હરિયાણા તેના અધિકારો જાળવી રાખશે અને કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કારોની નીતિ હવે કામ નહિ કરે કારણકે હરિયાણાના બ્રાહ્મણો હવે સમજી ચુક્યા છે. હરિયાણાના રાજકારણમાં પગપેસારો કરવાની મંછા રાખનાર આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસની નીતિને અનુસરી રહી છે. SYL મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે અને આ મુદ્દા પર તેમનું માર્ગદર્શન મેળવશે.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે સરકારે એશિયન ગેમ્સના મેડલ વિજેતા ખેલાડીઓને અપારી સન્માનની રકમમાં વધારો કરવો જોઈએ . જો અગામી ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો મેડલ લાવો અને પદ મેળવો નીતિ અમલમાં લાવશે. તેમને જે નિવેદન આપ્યું તેમાં એશિયન ગેમ્સમાં મેડલ જીતીને આવનાર ખેલાડીઓને ડીએસપીના પદ પર નિયુક્તિ કરવાની માંગ પણ કરી છે. વિપક્ષના નેતાએ કહ્યું કે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને 5 કરોડ, સિલ્વર મેડલ જીતનાર ખેલાડીને 3 કરોડ અને બ્રોન્જ મેડલ જીતનાર ખેલાડીને ૨ કરોડ રૂપિયા આપવા જોઈએ .