પશ્રિમ બંગાળમાં સતત બીજા દિવસે ઈડીના દરોડા

0
224
પશ્રિમ બંગાળમાં સતત બીજા દિવસે ઈડીના દરોડા
પશ્રિમ બંગાળમાં સતત બીજા દિવસે ઈડીના દરોડા

પશ્રિમ બંગાળમાં સતત બીજા દિવસે ઈડીના દરોડા

સાંસદ પાર્થસારથી ચેટરજીના ઘરે દરોડા

ભરતી કૌભાંડમાં તપાસનો ધમધમાટ

પશ્રિમ બંગાળમાં સતત બીજા દિવસે ઈડીના દરોડાની કાર્યવાહી યથાવત છે. ઈડી દ્વારા સતત બીજા દિવસે દરોડા પાડવામાં આવ્યાં હતાં. રવિવારે  પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મદન મિત્રાની તેમના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા બાદ પૂછપરછ કરવામાં આવી હતી, જેના પગલે CBIએ સોમવારે બીજેપી સાંસદના નિવાસસ્થાન અને અન્ય કેટલાક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.સીબીઆઈએ નાદિયા જિલ્લાના રાણાઘાટના સાંસદ પાર્થસારથી ચેટરજીના ઘરે દરોડા પાડ્યા છે. આ સિવાય સીબીઆઈની ટીમે ઉલુબેરિયા નગરપાલિકા અને તેના પૂર્વ સચિવ અર્જુન સરકારના ઘરે પણ દરોડા પાડ્યા હતા.સીબીઆઈના એક અધિકારીએ કહ્યું, ‘રાજ્યમાં નગરપાલિકાની ભરતીમાં કૌભાંડ કરનારા આ લોકો સામે અમારી પાસે પુરાવા છે. અમે દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છીએ અને અમારા અધિકારીઓ તેમની પૂછપરછ કરી રહ્યાં છે.

હાલમાં ડાયમંડ હાર્બર મ્યુનિસિપાલિટી અને તેના પૂર્વ સચિવ મીરા હલદરના ઘરે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. અધિકારીએ કહ્યું, ‘બે ટીમોને ડાયમંડ હાર્બર મોકલવામાં આવી છે. એક ટીમ પૂર્વ સચિવ હલદરના ઘરે દરોડા પાડી રહી છે, જ્યારે બીજી ટીમ તેમની પૂછપરછમાં વ્યસ્ત છે. CBIની બીજી ટીમ મધ્યગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરોડા પાડી રહી છે.રવિવારે, સીબીઆઈએ આ જ કેસમાં પશ્ચિમ બંગાળના 12 જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા, જેમાં શહેરી વિકાસ પ્રધાન અને કોલકાતાના મેયર ફિરહાદ વસીમના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે.

વાંચો અહીં બોમ્બે હાઇકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી,વાંચો અહીં