કોરિયન ડ્રીંક (Korean Drink) પીવો, શરીરમાં જમા થયેલી ચરબી બરફની જેમ પીગળી જશે

0
265
korean
korean

કોરિયન ડ્રીંક (Korean drink) : શું તમે એવા વ્યક્તિ છો કે જે વજન ઘટાડવા માટે બધું જ અજમાવીને થાકી ગયા છો, પણ તમારું વજન છે કે ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું ? આટલી મહેનત કરવા છતાં તમારું વજન કેમ નથી ઘટી રહ્યું તો આજે અમે તમને તેનું કારણ જણાવીશું. સૌથી પહેલા તો વાત કરીએ વજન ઘટાડવા માટે કઈ કઈ બાબતો કરવી જોઈએ, આ માટે સૌથી પહેલી વાત જે મનમાં આવે છે તે છે હેલ્ધી ફૂડ અને એક્સરસાઇઝ, પરંતુ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવ્યા પછી પણ વજન ઘટાડવું અમુક લોકો માટે સપનું જ બની રહે છે. કોરિયન ડ્રીંક (Drink Korean drink), વજન ઘટાડવાની તકનીકો અને સરળ ટીપ્સ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક હોઈ શકે છે. અહીં કેટલાક હેલ્ધી કોરિયન ડ્રીંક (Drink Korean drink) ની યાદી છે, જે તમે વજન ઘટાડવા માટે પી શકો છો.

વજન ઘટાડવા માટે કોરિયન ડ્રીંક

1. આદુ ચા :

Ginger Tea

પરંપરાગત રીતે ‘કોરિયન આદુ ચા’ને સાંગ ગાંચા કહેવામાં આવે છે. જે આદુ, આલુ અને બદામને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ હેલ્ધી ડ્રિંક શરદી અને ફ્લૂના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે અને તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરી શકે છે.

2. લોટસ લીફ ટી :

લોટસ લીફ એક જંગલી હર્બલ ચા છે. જે સફેદ કમળના ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત ચાઇનીઝ દવાઓ અનુસાર, આ ચામાં વિટામિન બી, કેલ્શિયમ અને પોટેશિયમ પણ હોય છે. તે લોહીને શુદ્ધ કરવામાં અને ઊંઘ વધારવામાં પણ મદદ કરી શકે છે. આ ચા ખાસ કરીને વિટામિન સી અને ફ્લેવોનોઈડથી ભરપૂર હોય છે.

3. ગુલાબ ચા :

રોઝ ટી એ અન્ય એક હેલ્ધી અને અસરકારક કોરિયન પીણું છે જે વજન ઘટાડવામાં ફાયદાકારક છે. તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો. તે પ્રીમિયમ કેસર અને ગુલાબની પાંખડીઓથી બનેલી શાહી ચા છે. આ કોરિયન ડ્રીંક વિટામિન સી અને ફ્લેવોનોઈડથી સમૃદ્ધ છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

4. ગ્રીન ટી :

કોરિયામાં, લીલી ચાને ‘શેકેલા બ્રાઉન રાઈસ’ સાથે ભેળવીને નોકચા તરીકે ઓળખાતી વાનગી બનાવવામાં આવે છે. આ હેલ્ધી અને પૌષ્ટિક પીણું લીલી ચાના પાંદડા અને બ્રાઉન રાઈસને એકસાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ પીણું ખૂબ જ પૌષ્ટિક છે, કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. 

5. જવની ચા :

ચા

કોરિયામાં જવની ચા અથવા બોરીચા એ કેફીન-મુક્ત પીણું છે. જે ગરમ અને ઠંડા બંને રીતે પી શકાય છે. તે શેકેલા જવના દાણામાંથી તૈયાર કરવામાં આવે છે અને તેના ઉત્તમ સ્વાસ્થ્ય લાભો છે. તે થોડું કડવું છે પણ વજન ઘટાડવા, થાક, સોજો અને લૂઝ મોશન માટે ખુબ ઉપયોગી માનવામાં આવે છે.

દેશ, દુનિયા અને હેલ્થને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

વર્કઆઉટ અને ડાયટ પછી પણ નથી ઉતરતું વજન ; તો તમને થઈ શકે છે આ બીમારી

ઈ-સિગારેટ રાખવું પડશે ભારે, ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી : આરોગ્ય મંત્રાલય

પાણીની ઉણપ હોય ત્યારે શરીર આ 5 સંકેત આપે છે, આજે જ રાખો કાળજી

તુલસી (બેસિલ) ના બીજને આખી રાત પાણીમાં પલાળી સવારે પીવો, થશે ફાયદા જ ફાયદા