વર્લ્ડકપ પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે,જાણો ભારતની મેચોનું શિડ્યૂલ

0
199
વર્લ્ડકપ પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે,ભારતની મેચોનું શિડ્યૂલ
વર્લ્ડકપ પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે,ભારતની મેચોનું શિડ્યૂલ

વિશ્વકપ ૨૦૨૩માં ભારતની  મેચોનું શિડ્યૂલ

ભારતની પ્રથમ મેચ ચેન્નાઈમાં 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાશે

૧૪ ઓક્ટોબરે અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન હાઈપ્રોફાઈલ મેચ  રમાશે

10માંથી ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં જશે

વિશ્વકપની ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં રમાશે

વર્લ્ડકપ પાંચમી ઓક્ટોબરથી શરૂ થવાનો છે.ત્યારે વર્લ્ડકપની પ્રથમ મેચ પાંચમી ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ મેચ પણ આ જ મેદાન પર 19 નવેમ્બરે યોજાશે. ભારતીય ટીમની નજર ત્રીજી વખત ચેમ્પિયન બનવા પર છે.ભારતે 1983 અને 2011માં આ ખિતાબ જીત્યો હતો. છેલ્લી વખત જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી ત્યારે ભારતમાં જ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં આ વખતે પણ ટીમ પાસેથી ખિતાબની અપેક્ષાઓ છે. ૧૫ નવેમ્બરે મુંબઈમાં સેમિફાઈનલ-૧ રમાશે, જ્યારે ૧૬ નવેમ્બરે કોલક્ત્તામાં સેમિફાઈનલ-૨ રમાશે…વિશ્વકપ ૨૦૨૩ની ફાઈનલ મેચ ૧૯ નવેમ્બર ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે રમાશે… વિશ્વ કપની મેચો ભારતના 10 શહેરોમાં રમાશે. હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતામાં સ્પર્ધાઓ યોજાઈ છે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં યોજાશે. 10માંથી ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં જશે.

વર્લ્ડ કપ ક્યારે અને કેટલા સમયમાં યોજાશે?

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે.

વિશ્વ કપમાં કેટલી ટીમો ભાગ લઈ રહી છે?

વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં યજમાન ભારત ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો  ભાગ લઈ રહી છે.ત્યારે વર્લ્ડકપ ને પગલે ક્રિકકેટ રસીઆઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ