સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર

0
187
સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર
સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર

નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 દર્દીઓના મૃત્યુ

24 દર્દીઓના મોતથી હડકંપ

સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર

 સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. નાંદેડની ડૉ. શંકરરાવ ચવ્હાણ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં 24 દર્દીઓના મૃત્યુ પર શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું, “…મહારાષ્ટ્રની સ્વાસ્થ્યની સ્થિતિ હંમેશા ઊંચી રહી છે પરંતુ છેલ્લા એક વર્ષથી મહારાષ્ટ્રના તમામ સરકારી વિભાગો કામ કરી રહ્યા છે, ન તો આરોગ્ય મંત્રી ચિંતિત છે, ન આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે કે ન ડોક્ટરો કામ કરી રહ્યા છે, કોઈનું નિયંત્રણ નથી. આરોગ્ય વિભાગ મહારાષ્ટ્રમાં સૌથી ઉપેક્ષિત વિભાગ છે. “

નોંધનીય છે કે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલ 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે આરોગ્ય વિભાગમાં પણ હડંકપ મચી ગયો છે.  મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 12 નવજાત શિશુઓ અને તેટલા પુખ્ત લોકોના મોત થયા છે. હોસ્પિટલના ડીને આ માટે દવાઓ અને હોસ્પિટલ સ્ટાફની અછતને જવાબદાર ગણાવી છે. નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલના ડીન એસ.કે. બાકોડેએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 24 મૃત્યુમાંથી 12 લોકો “વિવિધ રોગો, મોટાભાગે સાપ કરડવાથી” પુખ્ત વયના હતા.તેમણે કહ્યું, “છેલ્લા 24 કલાકમાં છ નવજાત છોકરાઓ અને છ નવજાત છોકરીઓના મોત થયા છે. 12 પુખ્ત વયના લોકો પણ વિવિધ રોગોથી મૃત્યુ પામ્યા હતા, જેમાંથી મોટા ભાગના સાપના કરડવાથી હતા. “વિવિધ કર્મચારીઓની બદલીને કારણે અમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.”

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ