Home State Gujarat સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું

0
511
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું

એસઆરપીનુ પોલીસ બેન્ડ પ્રવાસીઓનું નિ:શુલ્ક મનોરંજન કરશે   

પ્રવાસીઓ પોલીસ બેન્ડની પ્રસ્તુતિનો આનંદ માણી શકશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું છે .નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુઓફયુનિટી પર પ્રવાસીઓની સુવિધા અને મનોરંજન માટે અવનવા આકર્ષણો હાલ ઉપલબ્ધ છે. પ્રવાસીઓની સુવિધાઓ અને મનોરંજનમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી સ્ટેચ્યુઓફયુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે, હવે અહીં આવતા પ્રવાસીઓ શનિવાર અને રવિવારે સાંજના સમયે, એસઆરપી પોલીસ બેન્ડની પ્રસ્તુતિનો આનંદ માણી શકશે.

સ્ટેચ્યુઓફયુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતાનગર અધિક કલેકટર ગોપાલ બામણીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુઑફયુનિટી એકતાનગર આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે ત્યારે સ્ટેચ્યુઓફયુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતાનગર ના ચેરમેન મુકેશ પુરીની સૂચના અને સીઇઓ  ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં હવે નિયમિતપણે એસઆરપી પોલીસ બેન્ડ વગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.7/10/2023થી દર શનિવારે સાંજે 6 થી 7 દરમિયાન સ્ટેચ્યુઓફયુનિટીના પરિસરમાં તેમજ રવિવારે આ જ સમયગાળામાં ચિલડ્રન ન્યુટ્રીશન પાર્ક ની બાજુમાં એકતા ફુડ કોર્ટ પાસે પોલીસ બેન્ડની પ્રસ્તુતિ થશે. પોલીસની એસઆરપી યુનિટના જવાનો વિવિધ પ્રસ્તુતિ દ્વારા પ્રવાસીઓનું મનોરંજન કરશે. એસઆરપી પોલીસ બેન્ડના આ આકર્ષણનુ સંકલન એસઆરપી જૂથ ૧૮,એકતાનગરના, નર્મદા બટાલિયનના સેનાપતિ એન્ડ્રુઝ મેકવાન કરશે.

આવનારી જાહેર રજાઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રહેશે

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં આવતી જાહેર રજાઓમાં 2 ઓકટોબર ગાંધી જયંતિ,તા. 27 નવેમ્બર ગુરુનાનક જયંતિ અને તા. 25 ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુઓફયુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી આ ત્રણ જાહેર રજાના દિવસે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે

વાંચો અહીં બિહાર જાતિગત વસતી ગણતરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે