મેઘાલય અને આસામમાં સોમવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ નું કેન્દ્ર મેઘાલયના ઉત્તર ગારો હિલ્સમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આસામ અને મેઘાલય સહીત ત્રિપુરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલમાં ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવાય છે કે સિલીગુડી અને કૂચ બિહારમાં ભૂકંપ આવ્યો છે.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર સોમવારે સાંજે લગભગ 6.15 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.2 હતી, જેને ખતરનાક સ્તરનો ભૂકંપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.
અગાઉ સોમવારે જ મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં સતત ચોથા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે 7.15 વાગ્યે રિએક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું માનવામાં આવ્યું છે. કલેક્ટર જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બરથી જિલ્લામાં નાના-મોટા વિવિધ વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. ભૂકંપનું કારણ પ્લેટોની પરસ્પર અથડામણ હોઈ શકે છે. નોંધાયેલા ઓછી તીવ્રતાના ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની કોઈ શક્યતા નથી.
કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર ભારતીય હવામાનશાસ્ત્રના વરિષ્ઠ વૈજ્ઞાનિકોના સંપર્કમાં છે. જિલ્લા વહીવટીતંત્રે પોલીસ, હોમગાર્ડ, એસડીઆરએફ, આરોગ્ય અને સ્થાનિક વહીવટી અધિકારીઓને તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરીને એલર્ટ રહેવા સૂચના આપી છે. જિલ્લા પ્રશાસને નાગરિકોને ધીરજ રાખવા અને સાવધાન અને સચેત રહેવાની અપીલ કરી છે.
દેશ, દુનિયાને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
ઈ-સિગારેટ રાખવું પડશે ભારે, ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી : આરોગ્ય મંત્રાલય
બિહાર : જાતિ સર્વે ના પરિણામ જાહેર થયા બાદ નીતિશે જણાવી ભવિષ્યની યોજના, બીજેપી કાળઝાળ
350 વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનાખ’ બ્રિટનથી પરત લાવવામાં આવશે
Apple iPhone 15 માં ઓવરહિટીંગની સમસ્યા : એપલે આપ્યા આ કારણ