અંબાજી : કલેક્ટર વરુણ બરનવાળે ધજા ચઢાવી મહામેળાની કરી પૂર્ણાહુતિ

0
187

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળાની વિધિવિધાનથી પુર્ણાહુતી કરવામાં આવી. દૂરદૂરથી ચાલતા આવેલા માઈભક્તોએ માં અંબાના ધામમાં આવીને દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં વર્ચ્યુલ દર્શનનું પણ આયોજન કરાયું. 360 ડિગ્રીની ટેકનોલોજીથી અંબાજી ઉપરાંત સોમનાથ અને દ્વારકાના વર્ચ્યુલ દર્શનનો લાભ લીધો હતો.

માં અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમના મેળાની નિર્વિઘ્ને પૂર્ણાહુતિ :

Varunkumar Baranwal – Banaskantha District Collector

ભાદરવી પૂનમના મહામેળાની કલેકટર દ્વારા પૂર્ણહુતિ કરવામાં આવી. અંબાજી મંદિરના શિખર પર ઘજા ચઢાવીને ભાદરવી પૂનમના મહામેળાની પૂર્ણાહુતિ કરાવી કલેક્ટર વરુણ બરનવાળએ જણાવ્યું હતું કે, અમે જ્યારે મેળાની શરૂઆત કરી ત્યારે આશંકા તો હતી કે બહુ મોટી સંખ્યામાં લોકો આવશે, પરંતુ અમારી અપેક્ષાથી પણ વધારે લગભગ 45 લાખથી વધુ લોકોએ ભાદરવી પૂનમ દરમિયાન મેળાની મુલાકાત લીધી છે. પરંપરા પ્રમાણે પૂનમના રોજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જે ધજા ચઢાવવમાં આવે છે આજે તે ધજા ચડાવવાનો અવસર અમને મળ્યો છે. આટલી માટી સંખ્યામાં લોકોની વ્યવસ્થા કરવાની હોય તો કોઈ એક વ્યક્તિ કે સંસ્થા સક્ષ્મ નથી. જેથી મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહિવટી તંત્ર, યાત્રાધામ બોર્ડ, ગુજરાત સરકાર તે ઉપરાંત ઘણી સેવા સંસ્થાઓ, સેવા કેમ્પો, સંઘોના આગેવાનો સહિતના સહિયારી પ્રયાસથી જ આ મેળો સફળ થયો છે. જે બદલ જિલ્લા વહિવટી તંત્ર અને મંદિરના ચેરમેન વતી હું બધા લોકોનું આભાર વ્યક્ત કરૂ છું.

DJI 01701
AMBAJI 2023

અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર :

ભાદરવી પૂનમના રોજ અંબાજી મંદિરમાં મહા-મંગળા આરતી વહેલી સવારે 6:00 વાગ્યા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં માઇભક્તો મંગલા-આરતીનો લાહવો લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં લાગ્યા હતા. સવારે 6:00 કલાકે માતાજીની મંગળા આરતીનો અવસર લેવા માટે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોનું ઘોડાપૂર માતાજીના દર્શન કરવા પહોંચ્યુ. હાથોમાં ધજાઓ લઈને ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે અંબાજી મંદિરમાં પહોંચતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિરમાં પહોંચતાની સાથે જ જાણે માઈભક્તોમાં એક અલગ જ પ્રકારની ઉર્જા આવતી તેવો અનુભવ થાય છે.

અંબાજી પૂર્વ DGP એ.કે સિંઘ પત્ની સાથે ગાંધીનગરથી પગપાળા અંબાજી પહોંચ્યા

અંબાજીમાં તંત્ર સજ્જ , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન

સ્કંદપુરાણમાં ઘનશ્યામ પાંડે “સ્વામી”નો કોઈ ઉલ્લેખ નથી: જગદગુરુ  શંકરાચાર્ય