દવા થી આવશે નવા દાંત : જાપાનના વૈજ્ઞાનિકોએ કરી કમાલ, જાણો કેવી રીતે કામ કરશે

0
337
broken teeth
broken teeth

ઉંમરની સાથે પડી ગયેલા દાંત ફરી લાવવા માત્ર મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય પણ છે, પરંતુ જાપાનના વૈજ્ઞાનિકોઓએ આનો ઉપાય લાવી દીધો છે, તેઓ એવી દવા પર કામ કરી રહ્યા છે જે દર્દીઓને દાંત પડી ગયા હોય તેમને સંપૂર્ણપણે નવા દાંત ઉગાડવામાં મદદ કરશે. વિશ્વમાં આ પ્રથમ  દવા હશે જે કુદરતી રીતે નવા દાંત લાવશે. જે તમામ ઉંમરના લોકો પર અસરકારક રહેશે.

જાપાન ટાઈમ્સમાં આવેલા એક અહેવાલ મુજબ, આ દવાનું સંશોધન  ક્યોટો યુનિવર્સિટીના ટોરેજેમ બાયોફાર્મામાં કરવામાં આવી રહી છે. જુલાઈ 2024 થી વૈજ્ઞાનિકો તેનું પરીક્ષણ શરૂ કરવા તૈયાર છે, તેમાં સફળતા મળે તો વર્ષ 2030 સુધીમાં આ દવા બજારમાં ઉપલબ્ધ થવાની આશા છે.

માણસો અને પ્રાણીઓમાં સામાન્ય રીતે દાંતની કળીઓ હોય છે. આ કળીઓ નાના બાળકોમાં નવા દાંત બનાવવાની ક્ષમતા ધરાવે છે. જો કે મોટાભાગના કિસ્સાઓમાં આ કળીઓ વિકસ પામતી નથી અને આખરે અદૃશ્ય થઈ જાય છે. જાપાની કંપનીએ હવે આ સંબંધમાં એન્ટિબોડી દવા વિકસાવી છે, જે મોંમાં રહેલા પ્રોટીનને બ્લોક કરે છે જે દાંતની કળીઓના વિકાસને રોકે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં, ફેરેટ્સ તરીકે ઓળખાતા પ્રાણી પર વૈજ્ઞાનિકોએ એન્ટિબોડી-દવાથી પરિક્ષણ કર્યું હતું, જેમાં નવા દાંતનો સફળ વિકાસ થયો હતો. મનુષ્યોની જેમ જ ફેરેટ્સમાં પણ બાળકના દાંત ની જેમ દુધિયા દાંત અને કાયમી દાંત હોય છે.

વૈજ્ઞાનિકો હવે તેને એનોડોન્ટિયાના દર્દીઓ પર પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યા છે. એનોડોન્ટિયાએ જન્મજાત રોગ છે, જેમાં અમુક અથવા બધા કાયમી દાંત પડેલા હોય છે. આ ટેસ્ટમાં બાળકોને દાંતના વિકાસ માટે  ઈન્જેક્શનનો ડોઝ આપવામાં આવશે.

હેલ્થને લગતા અન્ય સમાચાર જાણવા અહી ક્લિક કરો –

ડાયાબિટીસ છે, ચિંતા નહિ આ રહી ચટપટી અને ટેસ્ટી વેજ સલાડ રેસિપિ

ઘરેલું ઉપચારથી પીળા દાંતથી કેવી રીતે મેળવશો છુટકારો

ધાણા કરે છે વજન અને સુગર કંટ્રોલ કરવામાં મદદ, જાણો અન્ય ફાયદા…

બદામ ખાવાથી ઝડપથી ઉતરશે તમારું વજન…