ખાલિસ્તાની આતંકવાદી અને સીખ ફોર જસ્ટીસ (SFJ)ના પ્રમુખ ગુરપતવંત સિંહ પનૂ પર NIA કડક કાર્યવાહી હાથ ધરી છે. NIA એ ખાલિસ્તાની આતંકવાદી પન્નુની અમૃતસર અને ચંડીગઢની સંપતિ કબજે કરીને સીલ કરી છે. ચંદીગઢ સ્થિત તેમનું ઘર પણ સીલ કરવામાં આવ્યું છે છે. તમે પહેલા 2020 માં પણ પન્નુની સંપત્તિ સીલ થઇ હતી. પન્નુ આ સમયે અમેરિકામાં રહે છે અને તેમના ભારત વિરોધી સતત વિડીયો સામે આવે છે.
માહિતીનુસાર જપ્ત થયેલી સંપતિમાં અમૃતસર જીલ્લાના બહારના વિસ્તારમાં ગુરપતવંત સિંહ પનૂના પૈતૃક ગામ ખાનકોટમાં 46 એકર કૃષિ સંપતિ છે, આ સિવાય NIA દ્વારા જે સંપતિ જપ્ત કરવામાં આવી છે તે ચંડીગઢના સેકટર-૧૫-સીમાં મકાન નંબર-૨૦૩૩ છે. સંપતિ જપ્ત કર્યાં બાદ ગુરપતવંત સિંહ પનૂએ સંપતિ પરથી કબજો ગુમાવ્યો છે હવે આ સંપતિ સરકાર હસ્તકની સંપતિ માનવામાં આવશે. જેનો સીધો અર્થ એ છે કે ગુરપતવંત સિંહ પનૂ હવે આ સંપતિ પર હક્ક-દાવો નહિ કરી શકે તેમાં જ તે આ સંપતિને વેચી પણ નહિ શકે.
ઉલ્લેખનીય છે કે, ગુરપતવંત સિંહ પનૂએ થોડા દિવસ પહેલા જ ઇન્ડો-કેનેડીયન હિન્દુઓને ભારત છોડવા માટે ધમકી આપી હતી. NIA એ ગુરપતવંત સિંહ પનૂ પર ઇનામ જાહેર કર્યું છે. કેનાડામાં રહીને પન્નુ ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. ભારતમાં જ પન્નુના સામે દેશ વિરોધી ગતિવિધિઓ કરવા મામલે ૭ કેસ ચાલે છે, આ તમામ કેસ અંગેની માહિતી કેનેડા સરકારને આપવામાં આવ છે તેમ છતાં કેનાડા સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
દેશ – દુનિયાના સમાચાર જાણવા માટે અહી કલીક કરો –
TMC સાંસદ મહુઆ મોઇત્રા “મુસ્લિમો-OBCને ગાળો આપવી એ ભાજપની સંસ્કૃતિ”
એશિયા કપ 2023 મિમિક્રીથી લઈને વિવાદ સુધીની યાદગાર પળો
ગણેશ મહોત્સવ મુંબઈના લાલબાગચા રાજાના દરબારમાં બાદશાહ ખાન
ISI સાથે ખાલિસ્તાની ‘ગુપ્ત બેઠક, શું બની રહી છે પ્લાન?
ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, ભારત પાછા જાઓ : ખાલિસ્તાની સંગઠને આપી ધમકી