Home State Gujarat કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ

કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ

0
420
કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ
કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ

કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

૫૦૦ જેટલી પ્રોડક્ટસ સાથે પ્રદર્શનમાં ૩૦૦થી વધુ પાર્ટિસિપન્ટસ જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે  હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવાનું પ્રેરક આહવાન કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નેશન બિલ્ડીંગ માટે રાજ્યના હિતને પણ વ્યવસાયિક હિત સાથે પ્રાધાન્ય આપીએ.મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશપટેલ તથા પાણી પુરવઠા મંત્રી શ્ર કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં આ ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો આરંભ કરાવ્યો હતો. ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો, બિલ્ડીંગ સામગ્રીના મશીન તથા માઈનીંગ મશીન્‍સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિવિધ ૫૦૦ જેટલી પ્રોડક્ટસ સાથે આ પ્રદર્શનમાં ૩૦૦થી વધુ પાર્ટિસિપન્ટસ જોડાયા છે.

મુખ્યમંત્રીએ આ પ્રદર્શન પ્રારંભ સાથે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની કોફી ટેબલ બુકનું વિમોચન તથા પાંચ વ્યક્તિઓને એક્સલન્‍સ ઈન કન્‍સ્ટ્રક્શન સેક્ટરનાં અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ અને નેશન બિલ્ડીંગનો રાહ કંડાર્યો છે.ભારતે G-20ની સફળતા દ્વારા વિશ્વના વિકસિત દેશોના રાષ્ટ્રોના વડાઓની પણ પ્રશંસા મેળવી છે. એટલું જ નહીં, ભારત અન્ય કોઈ પણ દેશ કરતા પાછળ નથી તેવી દ્રઢ છાપ લઈને તેઓ ગયા છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતને દરેક ક્ષેત્રે ગ્લોબલ પ્લેટફોર્મ આપવા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટે હવે બે દાયકા પૂર્ણ કરીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનાં નવા બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે.આપણે આ ઉજ્જવળ પરંપરા અને વિકાસની યાત્રાને વધુ તેજ ગતિએ આગળ લઈ જવા તંદુરસ્ત સ્પર્ધામાં રહેવા ગુણવત્તાના માપદંડો બદલવા પડશે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હવેના સમયની આવશ્યક જરૂરિયાત ગણાવતાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટમાં પણ આ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ૧૦ લાખ કરોડ રૂપિયાની જોગવાઈઓ કરી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિત સર્વાંગી વિકાસ માટે બજેટમાં સતત વધારો કર્યો છે. ૧૯૯૫માં રાજ્યનું બજેટ ૧૨ હજાર કરોડનું હતું, તે આ વર્ષે ૩ લાખ કરોડ જેટલી માતબર રકમ સાથેનું ઐતિહાસિક બજેટ થયું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે