રાજ્યમાં ભારે વરસાદની આગાહી,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર એલર્ટ

0
168
રાજ્યમાં ભારે વરસાદની આગાહી,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર એલર્ટ
રાજ્યમાં ભારે વરસાદની આગાહી,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર એલર્ટ

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર એલર્ટ

નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાત -સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે પણ આગાહી હોય જિલ્લા કલેકટર અશોક શર્માએ લોકોને સાવચેત રહેવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે પગલાં લેવા જણાવ્યું છે.આગામી ૨૪ કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેના પગલે  જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ કન્ટ્રોલ રૂમ ચાલુ રહેશે. કોઇપણ અધિકારી કર્મચારી કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર હેડ કવાર્ટર  છોડે નહીં તે માટેની પણ તાકીદ કરવામાં આવી છે. નિચાણવાળા અને નદી કાંઠાના તમામ  વિસ્તારોમાં વાહનથી સાવચેતી માટે જાણ કરવા જણાવવામાં આવ્યું છે. નિચાણ વાળા વિસ્તાર ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જરૂર પડે ત્યાં સલામત સ્થળે ખસેડવા અંગે પણ પગલાં લેવા જણાવ્યું છે જિલ્લાના ઉપરવાસમાં કે જિલ્લામાં વરસાદથી ડેમ નદીમાં પાણીના લેવલ પર ધ્યાન આપી અને સમયસર ચેતવણી આપવાની નિચાણ વાળા ગામોના લોકોને જણાવવા પણ સિંચાઈ વિભાગ ના સંબંધિત અધિકારી કર્મચારીઓને જણાવાયું છે.માર્ગ અને મકાન વિભાગ નદીનાં પાણી સ્તર વધે તો લૉ લાઇંગ પુલ નાળા પર પાણી ફરી વળે તે પહેલાં સમયસર રસ્તા બ્લોક કરે અને અવરજવર રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવાય તે માટે જણાવી ઝીરો કેઝ્યુઅલિટીના અભિગમથી કામગીરી કરવા કલેકટર દ્વારા જણાવ્યું છે..

વાંચો અહીં સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ