ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ અકસ્માતોમાં 20ના મોત

0
160
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ અકસ્માતોમાં 20ના મોત
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ અકસ્માતોમાં 20ના મોત

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ અકસ્માતોમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રથમ અકસ્માત ગઈકાલે એટલે કે શુક્રવારે સવારે ગ્રેટર નોઈડામાં થયો હતો. અહીં આમ્રપાલીના ડ્રીમ વેલી ફેઝ-2 પ્રોજેક્ટમાં લિફ્ટ તૂટી પડવાને કારણે અત્યાર સુધીમાં આઠ કામદારોના જીવ ગયા છે. મથુરાના જૈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી-આગ્રા નેશનલ હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે લખનૌમાં મોડી રાત્રે મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત રાયબરેલીમાં એક માર્ગ અકસ્માતમાં માતા-પુત્ર સહિત ત્રણના મોત થયા હતા.

ગ્રેટર નોઈડામાં લિફ્ટ તૂટવાની ઘટનામાં મૃત્યુઆંક વધ્યો

 મૃત્યુઆંક વધીને 8 થયો

25 લાખનાં વળતરની જાહેરાત

ગ્રેટર નોઈડામાં આમ્રપાલી ડ્રીમ વેલી પ્રોજેક્ટમાં લિફ્ટ તૂટી હતી

હજુ પણ એકની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશમાં શુક્રવારે આમ્રપાલી ડ્રીમ વેલી પ્રોજેક્ટમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર સવારે લિફ્ટ તૂટવાની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા, ત્યારે હવે વધુ ચાર વ્યક્તિની મોત થતા મૃત્યુઆંક વધીને 8 થયો છે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીથી અડીને યુપીના ગ્રેટર નોઈડામાં આમ્રપાલી ડ્રીમ વૈલીમાં નિર્માણધીન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટવાની ઘટના બની હતી જેમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, ગઈકાલે લિફ્ટ તૂટી ત્યારે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે કેટલાક શ્રમીકો ઘાયલ થયા હતા જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા. આ દાખલ કરાયેલા શ્રમીકોમાં ચાર શ્રમીકોનું સારવાર દરમિયાન મોત થયુ હતું જ્યારે હજુ પણ એકની હાલત ગંભીર છે. 

વાંચો અહીં ઈન્દોરમાં ભારે વરસાદ