સુરતમાં લાચિયા અધિકારી વિરુદ્ધ ACBની કાર્યવાહી

0
134
સુરતમાં લાચિયા અધિકારી વિરુદ્ધ ACBની કાર્યવાહી
સુરતમાં લાચિયા અધિકારી વિરુદ્ધ ACBની કાર્યવાહી

સુરત : જુનિયર એન્જિનિયર અને પટાવાળો  લાંચ લેતા ઝડપાયા

રૂપિયા 35,000 હજારની લાંચ લેતા ઝડપાયા

ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા માટે લાંચ માગી હતી

સુરતમાં લાચિયા અધિકારી વિરુદ્ધ ACBએ કાર્યવાહી કરી છે. સુરત મહાનગરપાલિકામાં જુનિયર એન્જિનિયર અને પટાવાળા રૂ. 35,000 ની લાંચ લેતા ઝડપાયા. એક મકાનમાં ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા માટે રૂપિયા 50,000 ની માંગી હતી લાંચ ..છેવટે ₹35,000 ની લાંચ લેતા બંને રંગે હાથે ઝડપાયા હતા. આ કામના ફરીયાદીના મકાનનુ બીજો માળ અને ત્રીજા માળે આવેલા બે રૂમનુ બાંધકામ નહી તોડવાના અવેજપેટે જુનિયર ઇજનેર કેયુર પટેલ અને  પટ્ટાવાળા નિમેષકુમાર  ગાંધી   બંન્ને આરોપીઓએ ફરીયાદી પાસે રૂ.૫૦,૦૦૦/- ની લાંચની માગણી કરી હતી  અંતે રૂા.૩૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. . આ રકમ ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, ફરીયાદીશ્રીએ એ.સી.બી. નો સંમ્પર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા.બન્ને લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.એસીબીએ  બંન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

એ.સી.બી.સફળ ટ્રેપ

ફરીયાદીઃ- એક જાગૃત નાગરીક

આરોપીઃ-
(૧) કેયુરભાઇ રાજેશભાઇ પટેલ,
જુનિયર ઇજનેર,
વર્ગ-૩, વરાછા ઝોન-એ, શહેર વિકાસ વિભાગ, સુરત મહાનગરપાલીકા, સુરત.
(‌૨) નિમેષકુમાર રજનીકાંત ગાંધી, પટાવાળા,
વર્ગ-૪,વરાછા ઝોન-એ, શહેર વિકાસ વિભાગ, સુરત મહાનગરપાલીકા, સુરત.

ગુન્હો બન્યાઃ- તા.૧૨/૦૯/૨૦૨૩.

લાંચની માંગણી રકમઃ રૂપીયા ૫૦,૦૦૦/-

લાંચમાં સ્વીકારેલ/રિકવર કરેલ રકમઃ
રૂપીયા ૩૫,૦૦૦/-

ગુનાનું સ્થળઃ-
પુણા વોર્ડ ઓફિસની સામે, જાહેર રોડ ઉપર, પુણા ગામ, સુરત .

ટુંક વિગતઃ
આ કામના ફરીયાદીના મકાનનુ બીજો માળ અને ત્રીજા માળે આવેલ બે રૂમનુ બાંધકામ નહી તોડવાના અવેજપેટે ઉપરોકત બંન્ને આરોપીઓએ ફરીયાદી પાસે રૂ.૫૦,૦૦૦/- ની લાંચની માગણી કરેલ જે રકઝકના અંતે રૂા.૩૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. આ રકમ ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, ફરીયાદીશ્રીએ એ.સી.બી. નો સંમ્પર્ક કરતા ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી નં.(૧) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ.૩૫,૦૦૦/- સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ તેમજ આરોપી નં.(૨) નાઓની તપાસ કરાવતા તેઓ પોતાની કચેરીમાં મળી આવતા બંન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારીઃ
શ્રીમતી એ.કે.ચૌહાણ,
પોલીસ ઇન્સ્પેકટર(ફિલ્ડ)
એ.સી.બી. સુરત એકમ, સુરત તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારીઃ
શ્રી આર.આર.ચૌધરી
મદદનીશ નિયામક
એ.સી.બી. સુરત એકમ, સુરત

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ